#DahodLive#
લો બોલો..મંજૂરી વગર વર્ષોથી ધમધમતી હોસ્પીટલમાં વિવિધ ક્ષતિ ઝડપાઈ.
દાહોદમાં બરોડા મલ્ટીપલ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને સીલ મારતું તંત્ર,૯ દર્દીઓને રિફર કરાયા.
તપાસ દરમિયાન બે માળ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું, મેડિકલ વેસ્ટનો સંગ્રહખોરી જોવા મળી.
હોસ્પિટલના તબીબ GPCB ની મં મંજૂરીના સર્ટિફિકેટ રજૂ ન કરી શક્યા, તંત્ર દ્વારા વિવિધ કારણોસર કાર્યવાહી હાથ ધરાઈ.
દાહોદ તા.૩૦
રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સરકારના આદેશો અનુસાર,સંબંધિત તંત્રો દ્વારા વિવિધ ધંધાકિય આલમ,વ્યવસાય આલમમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી સહિતની ઓચિંતી ચકાસણી હાથ ધરવામાં આવી રહી છેત્યારે દાહોદ શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં દાહોદની મામલતદાર ટીમ દ્વારા ઓચિંતી તપાસ ધરતાં હોસ્પિટલમાં એક્ઝીટનો અભાવ, મેડીકલ વેસ્ટ, બીયુ, બાંધકામની મંજૂરી સ્ટ્રક્ચર ડિઝાઇન સહિતની ગંભીર બેદરકારી સામે આવતાં હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી સાથે સાથે હોસ્પિટલમાં દાખલ 8 જેટલા દર્દીઓને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેના પગલે દાહોદ જિલ્લામાં ગંભીર બેદરકારી દાખવતાં હોસ્પિટલ આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
રાજકોટની ઘટનાએ સૌ કોઈને હચમચાવી મુક્યાં છે. રાજકોટની ગેમીંગ ઝોનમાં આગની ધટના બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સંબંધિત તંત્રને આવા ગેમીંગ ઝોન સહિતના વેપાર, ધંધા, વ્યવસાય સહિતના આલમમાં સઘન ચેકીંગ હાથ ધરવાના આદેશો સાથે થોડા દિવસો પહેલાં દાહોદ શહેરમાં મામલતદારની ટીમ દ્વારા બે ગેમ ઝોનને ફાયર સેફ્ટી, એનઓસી સહિતના અભાવને પગલે સીલ કરવામાં આવ્યાં હતાં ત્યારે આજરોજ દાહોદની મામલતદારની ટીમે વિવિધ ટીમો બનાવી જેમાં દાહોદ દાહોદ પ્રાંત
અધિકારી,નગરપાલિકાના ચીફ ઓફિસર તેમનો સ્ટાફ, મેડીકલની આખી ટીમ, ડીએચઓ, સીડીએચઓ અને એમજીવીસીએલની ટીમને સાથે રાખી દાહોદ શહેરના માણેક ચોક ખાતે આવેલ બરોડા મલ્ટીસ્પેશીયાલીસ્ટ હોસ્પિટલમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં આ હોસ્પિટલમાં ખુબજ ગંભીર બેદરકારી જાેવા મળી હતી.જેમાં હોસ્પિટલમાં પ્રવેશ કરતાં જ ૧૦ જેટલા બોટલો પડેલા હતાં જ્યાંથી ઓક્સિજન સપ્લાય થાય છે. હોસ્પિટલમાં એકજ એન્ટ્રી છે અને એક્ઝીટનો કોઈ રસ્તો નથી. સાથે સાથે મેડીકલનો રોજે રોજ નિકાલ કરવાનો હોય છે તેની જગ્યાએ આ હોસ્પિટલમાં ચોથા અને પાંચમા માળે એક ખાલી રૂમમાં આ મેડીકલ વેસ્ટ નાંખી દીધેલો હતો. જે મેડીકલ વેસ્ટ ખુબજ દુર્ગંધ મારતો હતો. આ મેડીકલ વેસ્ટ તેમજ કચરાનો કોઈ નિકાલ કરવામાં ન આવતાં આ હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી ત્યારે આ હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં તે દર્દીઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. દાહોદ જિલ્લામાં હોસ્પિટલોની સાથે સાથે અન્ય એવા ઘણા ઉદ્યોગો, વ્યવસાય, રોજગાર, ધંધા સહિત અન્ય આલમમોમાં જ્યાં જાહેર જનતા રોજેરોજ અવર જવર કરતી હોય તેવા ઘણા સ્થળોએ સેફ્ટીનો અભાવ, એનઓસી વિગેરે જેવી બાબતોમાં માલિકો ગંભીર બેદરકારી દાખવી રહ્યાં છે. ત્યારે આવા આલમોમાં પણ સંબંધિત તંત્ર દ્વારા આવાજ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.
*મલ્ટીપલ હોસ્પિટલમાં બાયો મેડિકલ વેસ્ટ અંગે ગંભીર બેદરકારી સામે આવી.*
બરોડા મલ્ટીપલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા ઉપરના માળે બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવતા અંગે મુખ્ય આરોગ્ય અધિકારીને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા. જે બાદ તપાસ હાથ ધરતા આ બાયો મેડિકલ વેસ્ટ આઠ થી દસ દિવસનો એકત્ર કરેલો હોવાનું સામે આવ્યો હતો. બાય મેડિકલ વેસ્ટનું રોજે રોજ નિકાલ કરવાનું હોય છે પરંતુ એ ચર્ચા મુજબ હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટનું બારોબાર નિકાલ કરતા હોવાનું કહેવાય રહ્યું છે. જેના પગલે તંત્ર દ્વારા હોસ્પિટલના ડોક્ટર પાસે GPCB ની મંજૂરી અને સર્ટિફિકેટ માંગતા જોવા મળ્યા નહોતા.
*બરોડા મલ્ટીપલ સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉપરના બે માળ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું.*
દાહોદ શહેરના મધ્યે વર્ષોથી ધમધમતા આ બરોડા મલ્ટીપલ હોસ્પિટલમાં ઓન પેપર જી પ્લસ ટુ એટલે કે ત્રણ માલની મંજૂરી મેળવેલ છે પરંતુ આ હોસ્પિટલ પાંચ માળ સુધી બનાવેલો હોવાનું સામે આવ્યું છે. ઉપરના બે માળની મંજૂરીના કાગળો માંગતા ડોક્ટર દ્વારા તંત્રને કાગળો આપવામાં અસમર્થ થયા હતા. જેના પગલે આ ઉપરના બે માળ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા હોવાનો પ્રથમ દ્રષ્ટિએ જોવાતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.