Saturday, 27/07/2024
Dark Mode

સંજેલીમા ફુડ એન્ડ ડ્રગ વિભાગની લાલ આંખ:કેરી રસ તેમજ પાણીપુરી, ઠંડાપીણાની દુકાનો પર ઓચિંતી તપાસ હાથ ધરી,

May 29, 2024
        2252

આરોગ્ય અને નુકસાન કરતા 20 લીટર પાણીપુરીનું પાણી નાશ કરાયું

દાહોદ તા.28

સંજેલીમા ફુડ એન્ડ ડ્રગ વિભાગની લાલ આંખ:કેરી રસ તેમજ પાણીપુરી, ઠંડાપીણાની દુકાનો પર ઓચિંતી તપાસ હાથ ધરી,

દાહોદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સંજેલી તાલુકમાં આવેલ નાસ્તાની દુકાનો, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ, ઠંડાપીણા, શરબત કેરીઓના રસ તેમજ પાણીપુરીની દુકાનો પર ઓચિંતી તપાસ હાથ ધરતાં જેમાં પાણી પુરીની લારીઓમાંથી રગડો તેમજ પકોડીનું પાણી આશરે 20 લીટર જેટલુ નાશ કરવામાં આવેલ છે તેમજ અન્ય દુકાનોની ખાદ્ય સામાગ્રીના નમુનાઓ પણ લેવામાં આવ્યાં છે.

સંજેલીમા ફુડ એન્ડ ડ્રગ વિભાગની લાલ આંખ:કેરી રસ તેમજ પાણીપુરી, ઠંડાપીણાની દુકાનો પર ઓચિંતી તપાસ હાથ ધરી,

દાહોદ જિલ્લામાં હાલ કાળઝાળ ગરમીને પગલે જિલ્લામાં કેરીના રસ, ઠંડાપીણાની દુકાનો તેમજ ફરસાણની દુકાનો વિગેરે ધમધમી રહી છે ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી આજરોજ ખોરાદ અને ઔષધ નિયમન તંત્ર, દાહોદ જિલ્લાની ફુડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કદવાલ ગામમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં નાસ્તા, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ, ઠંડાપીણા અને શરબતનું વેચાણ કરતાં વેપારીઓ, કેરીના રસનું વેચાણ કરતાં ફેરીયાઓ, પાણીપુરીની લારીઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.આ તપાસ દરમ્યાન 17 ખાદ્ય પદાર્થાના નમુનાઓ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે.આ તપાસ દરમ્યાન કુલ 6 પાણીપુરીની લારીઓ, 4 કેરીના રસનું વેચાણ કરતાં ફેરીયા અને 5 આઈસ્ક્રીમ અને લસ્સીનું વેચાણ કરતાં દુકાનોમાં તાપસ કરવામાં આવી હતી. આ તપાસમાં 3 પાણીપુરીના લારીઓમાં રગડો તેમજ પાણીપુરીનું પાણી આશરે 20 લીટર જેટલો

જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં હાલ ગરમીની સીઝનમાં ખાદ્ય આવી ખાદ્ય સામગ્રીનું ધુમ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી આરોગ્યને નુકસાન કરતાં વેપારીઓમાં આ કામગીરીને પગલે ફફડાટ પણ ફેલાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!