Friday, 21/01/2022
Dark Mode

સીંગવડ તાલુકાના ગામોમાં મનરેગાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યાની બૂમો, મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ…

November 19, 2021
        1261
સીંગવડ તાલુકાના ગામોમાં મનરેગાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યાની બૂમો, મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ…

કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તાલુકાના ગામોમાં મનરેગાના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યાની બૂમો, મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ…

સીંગવડ તા.19

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સીંગવડ ગામમાં મનરેગાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો તેના સામે આજ દિન સુધી કોઇ કાર્યવાહી નહીં કરાતા નવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી

સિંગવડ તાલુકા માં ૨૦૦૯થી 2021 દરમિયાન મનરેગાના કામ માં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો તેમાં સિંગવડ ગામના રમેશભાઈ સેલોત દ્વારા અગાઉ ના મુખ્યમંત્રી રૂપાણી સરકારમાં આ મનરેગા ભ્રષ્ટાચાર અંગે અરજી કરવામાં આવી હતી હતી પરંતુ આ અરજી કર્યા પછી પણ રમેશભાઈ સેલોત ને આજદિન સુધી ન્યાય નહીં મળતા તેમને નવા મંત્રીમંડળમાં ફરી વખત નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર ,ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ ગાંધીનગર, મનરેગા શાખા ગ્રામ વિકાસની કચેરી અધિક કમિશનર ગાંધીનગર ,ને ફરીથી મનરેગાના કામોના ભ્રષ્ટાચારની નકલો રવાના કરીને રમેશભાઈ ને ન્યાય મળે તેના માટે નકલો રવાના કરવામાં આવી હતી. રમેશભાઈ સેલોત જે પોતે ૪૫ ટકા વિકલાંગ હોવા છતાં અને દક્ષાબેન નામની યુવતી જે 20 વર્ષથી મૃત્યુ પામેલી હોવા છતાં તેમના બંનેનાજોબકાર્ડ તેમની જાણ બહાર તેમના જોબ કાર્ડ માં કામે બોલાવી ને લાખો રૂપિયા બારોબાર કરી લેવામાં આવ્યા હતા જ્યારે આની જાણ રમેશભાઈ સેલોત મેં થતાં તેમને ગાંધીનગર રૂપાણી સરકારમાં તથા દરેક મનરેગાના લાગતા-વળગતા મંત્રી થતા અધિકારીઓને નકલ રવાના કરીને તેમને ન્યાય મળે તેના માટે અરજીઓ કરી હતી પરંતુ આજ દિન સુધી તેમને ન્યાય નહીં મળતા તેમને ગુજરાત સરકારના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા મંત્રીઓને મનરેગા શાખા અધિકારીઓને ફરીથી નકલ રવાના કરી ને ન્યાય મળે તેની માગણી કરી હતી જ્યારે 2009થી 2021 દરમિયાન મનરેગાના કામોના જોબ કાર્ડ ધારકોની જાણ બહાર જોબ કાર્ડ માં નામ ચલાવી તેમના રૂ બારોબાર કરી લેવામાં આવ્યા હતા જ્યારે બધા જ કામો ને ખાલી પેપર પર બોલાવીને રૂપિયા બારોબાર લઇ લેવામાં આવ્યા સીંગવડ ગામમાં મનરેગામાં બોલતા આર.સી.સી.રોડ, ચેકડેમો, પાવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, જેવા ઘણા કામો થયા જ નથી અને જે થયા છે તે એક જ કામ બબ્બે ત્રણ-ત્રણ યોજનામાં બોલાવીને રૂપિયા બારોબાર કરી લેવામાં આવ્યા છે જ્યારે આના રૂપિયા નવી કોઈક ડિસ્ટ સેન્ટ્રલ કોપરેટી બેંક માં ખાતા ખોલવામાં આવ્યા છે જે ક્યાં આવી છે તે કોઈને ખબર જ નથી આ બેન્કમાંથી બારોબાર રૂપિયા ઉપાડી લેવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે જ્યારે આ રમેશભાઈ સેલોત જેમને ૪૫ ટકા અપંગ હોવા છતાં અને સરકાર દ્વારા તેમને કોઈપણ સરકારી કામ ના મળે તેમ છતાં તેમનું નામ બોલાવીને તેમના રૂપિયા પણ બારોબાર લઈ લેવામાં આવ્યા હતા જ્યારે દક્ષાબેન નામની યુવતી જે 20 વર્ષથી મૃત્યુ પામેલી હોવા છતાં તેમના નામ બોલાવીને તેમના જોબકાર્ડ ના રૂપિયા પણ બારોબાર કરી લેવામાં આવ્યા હતા જ્યારે મૃત્યુ પામેલી કોઈપણ વ્યક્તિને સરકાર કોઇ પણ સરકારી કામમાં કોઈ પણ લાભ મળી શકતો નથી જ્યારે બંનેને સરકાર દ્વારા કોઈ લાભ મળવાપાત્ર હોતો નથી તોપણ આ લોકોના નામ બોલાવીને રૂ બારોબાર લઈ લેવાનું કેટલો મોટો ગુનો બને તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે જેને પણ આ કઈ કર્યું છે તે લોકો બિન્દાસ ફરે છે અને તેમનું કહેવું છે કે અમારો કોઈ પણ કશું બગાડી શકે તેમ નથી આ માટે તે લોકો પણ કેટલું વગ ધરાવતા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સીંગવડ ના કેટલાય લોકોના નામે જોબ કાર્ડ માં નામ ચલાવીને બધા જ લોકોના લાખો કરોડો રૂપિયા બારોબાર કરી લેવાયું છે જ્યારે ઘણા જોબ કાર્ડ ધારકોને તો હજુ સુધી ખબર પણ નથી કે તેમના નામના રૂપિયા આવી રીતના લઈ લેવામાં આવ્યા છે જ્યારે આ તો મનરેગા ના કામો માં રૂપિયા બારોબાર થયેલા રૂપિયાની જાણ રમેશભાઈ સેલોત જે ભારતીય જનતા પાર્ટી સીંગવડ 2ના પેજ પ્રમુખ સીંગવડ 2 બુથ ના મહામંત્રી અને સ્વામી વિવેકાનંદના યુવા બોર્ડ પ્રમુખ ના સદસ્ય જો આવા લોકોના રૂપિયા બારોબાર થઈ જતા હોય તો પછી અભણ માણસ ના રૂપિયા ની તો શું વાત કરવી જો આની તપાસ તટસ્થ થાય તેના માટે રમેશભાઈ સેલોત દ્વારા નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આર પી એડી થી નકલ રવાના કરી હતી તે ત્યાંથી તે નો જવાબ પણ આવી ગયો છે કે તટસ્થ તપાસ કરીને ગુનેગારો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે અને જો આની તપાસનહીં કરવામાં આવે તો રમેશભાઈ સેલોત દ્વારા પીએમ હાઉસ સુધી અરજી કરવાની તત્પરતા દર્શાવી છે તેમને ન્યાય ન મળે તો તે છેક દિલ્હી સુધી રજૂઆત કરશે અને જરૂર પડે તો સરકારી તંત્ર સામે કોર્ટમાં જવાની પણ તત્પરતા દર્શાવી હતી તેવું લાગી રહ્યું છે કે આ મનરેગા કામોમાં સરકારી તંત્રની મિલિભગતહોવાથી તટસ્થ તપાસ કરવામાં આવતી નથી જ્યારે સિંગવડ તાલુકા માં તો મનરેગાના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેમ લોકો દ્વારા ચર્ચાનો વિષય પણ બનવા પામ્યો છે આમાં સરકારી તંત્ર સામેલ ન હોય તો ક્યારનો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું હોત પણ આના માં મોટાપાયે ભ્રષ્ટાચાર થયેલો હોવાથી આની તપાસ થતી નથી શું રમેશભાઈ સેલોત ને ન્યાય મળશે ખરી તે ચર્ચાનો વિષય છે જ્યારે સીંગવડ સરપંચને રમેશભાઈ દ્વારા પૂછવામાં આવતા તે આના માં કશું જાણતા નથી તેવી વાત કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!