જેસાવાડા પોલીસે વડોદરા શહેરના ઘરફોડ ચોરીના ગુનામાં છ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો.
જેસાવાડા તા. ૧૮
જેસાવાડા પોલીસ મથકના પી એસ.આઇ એન.એન રામી તેમજ પોલીસ સ્ટાફના માણસો સિરાજ અબ્દુલ્લા , રાજેશભાઈ છગનભાઈ, કાંતિભાઈ દિપસિંગભાઈ, તેમજ રાહુલ કુમાર નવલસિંહ નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પી.એસ.આઈ એન. એમ રામીને બાતમી મળી હતી કે વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી રમેશભાઈ ભાવસિંગભાઈ ભાભોર જે છરછોડા સડક ફળિયા ખાતે તેના ઘરે આવેલ છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે વડોદરા શહેરના મકરપુરા પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.