બાબુ સોલંકી :- સુખસર
કલાલ સમાજ યુવા સંગઠન દ્વારા ઝાલોદ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું
સુખસર,તા.14
કલાલ સમાજ યુવા સંગઠન દ્વારા 12 થી 15 મે દરમિયાન ઝાલોદ ખાતે ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.
સમાજના યુવાનોને પ્રોત્સાહન અને ઉત્સાહ વધારવાના હેતુથી આ રમત ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં દાહોદ,પંચમહાલ,મહીસાગર અને ગાંગડ તળાઈ એમ કુલ ચાર ઝોનના યુવાનો ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા માટે કલાલ સમાજ દ્વારા સમસ્ત લોકોને આમંત્રણ છે.અને આ રમત ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય જોઈન્ટ કમિશનર શ્રી હિતેશભાઈ રાવત પધારવાના છે.