રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં વરસેલા ક મોસમી વરસાદના વાવાઝોડાએ ઠેક ઠેકાણે કર્યા નુકસાન..
રસ્તા ઉપર પડેલા વૃક્ષો હટાવવા માટે ગરબાડા પોલીસે ઉઠાવી કોહાડી…
ગરબાડા પંથકમાં ભર ઉનાળે વરસાદી માહોલ.
ગરબાડા તા. ૧૩
આજે અસહ્ય ઉકળાટ બાદ સાંજના અરસામાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઇ હતી.ગરબાડા પંથકમાં અસહ્ય ઉકળાટ અને ગરમી ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા ત્યારે આગાહી પ્રમાણે આજે ભારે પવન અને વાવાઝોડાથી શરૂઆત થઈ હતી
ત્યાર બાદ વરસાદે એન્ટ્રી કરી હતી જે મોડી વાવાઝોડા સાથે વરસાદ વરસવાનું ચાલુ થતાં પંથકમાં ઠેક ઠેકાણે વરસાદે તબાહી મચાવી હતી જેમાં ગરબાડા ના ખારવા ગામ ખાતે વરસાદ વરસતા જાનૈયામાં ભાગદોડ મતી હતી તેમજ ભભરા રોડ ઉપર આવેલ શેરડી ના રસ નો તંબુ તૂટી જવા પામ્યો હતો. તેમજ. ગરબાડા મેન બજારમાં આવેલ માતાજી મંદિર ના ચોકમાં પીપળાનું ઝાડ વાવાઝોડા માં ધરાશાયી થઈ ગયું. ગામડાઓમાં થતા લગ્ન પ્રસંગમાં પણ તેનું નુકસાન જોવા મળ્યું હતું ઉપરાંત ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર અસંખ્ય ઝાડો વાવાઝોડા ના કારણે પડી જતાં હાઇવે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો ગરબાડા પોલીસે કુહાડી ઉઠાવી પોતે જ ઝાડો હટાવી રસ્તો પુનઃ ચાલુ કર્યો.