બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના કંથાગરમાં પ્લાસ્ટરના ઢળાવમાં પગ લપસતા 70 વર્ષીય વૃદ્ધ નું મોત
પ્લાસ્ટર ઉપર પડી જતા વૃદ્ધને શરીરે ગરમી પ્રસરી જતા દાત ભિચાઇ જઇ બંને હાથ પગ જકડાઈ જતા મોત નીપજ્યું
સુખસર,તા.11
ફતેપુરા તાલુકાના કંથાગરમાં 70 વર્ષીય વૃદ્ધ ઘરે પ્લાસ્ટર કરેલ ઢળાવ ઉપરથી ઉતરવા જતા અકસ્માતે પગ લપસતા નીચે પડી જતાં મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કંથાગર ગામના મહાદેવ ફયળીયામાં રહેતા ભીખાભાઈ રાવજીભાઈ બારીયા (ઉંમર વર્ષ 70 )નાઓ ખેતીવાડી દ્વારા ઘરનું ગુજરાત ચલાવતા હતા.જેઓ શુક્રવાર સાંજના આઠેક વાગ્યાના અરસામાં પોતાના મકાન પાસે ઘરની બહાર આવેલ પ્લાસ્ટરના ઢળાવવાળા ભાગે ઉતરી પસાર થઈ રહ્યા હતા.તે વખતે અકસ્માતે પગ સ્લીપ ખાઈ જતાં પ્લાસ્ટર ઊપર નીચે પડી ગયેલ.ત્યારે શરીરે ગરમી પ્રસરી જતા અને દાંત ભીચાઇ જઇ બંને હાથ પગ જકડાઈ જતાં ઘરના સભ્યોએ પાણી પાવાની કોશિશ કરતા પાણી પણ નહીં પીતાં થોડીક જ વારમાં ભીખાભાઈ બારીયાનુ પ્રાણ પખેરુ ઉડી ગયું હોવા બાબતે મૃતક ભીખાભાઈ રાવજીભાઈ બારીયાની પુત્રી ગીતાબેન રાઠોડે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અકસ્માત મોત અન્વયે જાણવા જોગ નોંધ કરીઆગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.