Saturday, 27/07/2024
Dark Mode

બુથ કેપ્ચરિંગના બનાવમાં વિજય ભાભોર સહિત ત્રણ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ  ફરજમાં બેદરકારી બદલ પ્રિસાઇડિંગ ઓફિસર, કોલિંગ એજન્ટ તેમજ પોલીસ કર્મીઓ સહિત છ લોકો સસ્પેન્ડ..

May 9, 2024
        560
બુથ કેપ્ચરિંગના બનાવમાં વિજય ભાભોર સહિત ત્રણ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ   ફરજમાં બેદરકારી બદલ પ્રિસાઇડિંગ ઓફિસર, કોલિંગ એજન્ટ તેમજ પોલીસ કર્મીઓ સહિત છ લોકો સસ્પેન્ડ..

ઈલિયાશ શેખ

પ્રથમપુર બુથ કેપ્ચરિંગ મામલે ફેર મતદાનની જાહેરાત: કલેકટર એ જાહેરનામું બહાર પાડ્યું 

 પ્રથમપુર 220 નંબરના બુથમાં 1224 મતદારો પુનઃ મતાધિકારનો ઉપયોગ કરશે.

બુથ કેપ્ચરિંગના બનાવમાં વિજય ભાભોર સહિત ત્રણ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ 

ફરજમાં બેદરકારી બદલ પ્રિસાઇડિંગ ઓફિસર, કોલિંગ એજન્ટ તેમજ પોલીસ કર્મીઓ સહિત છ લોકો સસ્પેન્ડ..

દાહોદ તા.10

લોકસભાની ચૂંટણીમાં દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર દ્વારા બુધ કેપ્ચરિંગ કરી મતદાનને પ્રભાવિત કરવાના કેસમાં વિડીયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચમાં આવ્યું છે સાથે સાથે પોલીસ તંત્રે પણ આ મામલાને ગંભીરતાથી લઈ ભાજપના પૂર્વ પ્રમુખના પુત્ર વિજય ભાભોર શહીદ બે વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા હતા. ત્યારબાદ આ મામલામાં ખેર મતદાનની જાહેરાત થયા બાદ ઉપરોક્ત બુથમાં ફરજાધીન પ્રિસાઇડિંગ ઓફિસર પોલીસ કર્મીઓ સહિત છ કર્મચારીઓને સસ્પેન્ડ કરી વિજય ભાભોર સહી ત્રણ વ્યક્તિઓ સામે બીજી ફરિયાદ દાખલ કરાતા રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

સંતરામપુર તાલુકાના ગોઠીબ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ભાભોર ના પુત્ર વિજય ભાભોર સહિતના ઈસામોએ લોકસભાની ચૂંટણીમાં સંતરામપુરના પ્રથમપુર ગામના 220 નંબરના બુથને કેપ્ચરિંગ કરી મતદાનને પ્રભાવિત કર્યો હતો. આ સમગ્ર બુથ કેપ્ચરિંગના બનાવને સોશિયલ લાઈવ કર્યું હતું. જેના પગલે ભારે ચકચાર મચી હતી તો બીજી તરફ દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રીમતી ડોક્ટર પ્રભાબેન દ્વારા ચૂંટણી પંચમાં ફરીયાદ નોંધાવી પુનઃ મતદાનની માંગ કરી હતી. 

*ચૂંટણી પંચે 11મી એ ફેરમતદાનની જાહેરાત કરી.*

ચૂંટણી પંચમાં કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ ચૂંટણી પંચે આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ દોશીતો સામે કાર્યવાહી કરવા લાગતા વળતા તંત્રને આદેશ કર્યો હતો. તો બીજી તરફ વેલ એન્ડ ફેર મતદાન યોજાઈ તે માટે મહીસાગર કલેકટર એ જાહેરનામુ બહાર પાડી પુનઃમતદાન યોજવા આદેશ કર્યો છે.જેમાં પ્રથમપુરના 220 નંબરના બુથ પર તારીખ 11 મે ના રોજ 12 24 મતદારો પુનઃ એક વખત મતાધિકારનો ઉપયોગ કરશે.

*મહીસાગર પોલીસે વિજય ભાભોર સહિત ત્રણ લોકો સામે બે જુદી જુદી ફરિયાદ દાખલ કરી.*

બુચ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચના આદેશ બાદ સંતરામપુર પોલીસે પુર્વ તાલુકા પ્રમુખના પુત્ર વિજય ભાભોર સહીદ 2 વીસમો વિજય ભાભોર સહિત મેં ઇસમો સામે લોકશાહીના મહાપર્વને પ્રભાવિત કરવા બદલ ગુનો દાખલ કર્યો હતો. તો બીજી તરફ આ બૂથ ઉપર ચૂંટણી એજન્ટ તરીકે હાજર સનાભાઇ તાવીયાડને બુથમાંથી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે સનાભાઇ તાવીયાડે સંતરામપુર પોલીસ મથકે વિજય ભાભોર સહી ત્રણ ઈસમો સામે ફરિયાદ દાખલ દાખલ કરાવી હતી.

*ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગેરરીતી બદલ પ્રીસાઇડિંગ ઓફિસર સહિત છ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા.*

વિજય ભાભોર દ્વારા પ્રથમ પુર બુથ નંબર 220 માં બુચ કેપ્ચરિંગ કરી ભયનો માહોલ ઊભો કરતા ચૂંટણી પ્રક્રિયામાં જોતરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ એજન્ટ સહીત બે પોલીસ કર્મીઓ મુકપ્રેક્ષકની જેમ આડકતરી રીતે વિજય ભાભોર ને મદદ કરતા આ મામલે ચૂંટણી પંચે દાખલો બેસાડવા માટે 220 નંબરના બુથ પર કાર્યરત પ્રિસાઇડિંગ ઓફિસર કાનાભાઈ ખુશાલભાઈ રોહિત, આસિસ્ટન્ટ પ્રસાઇડિંગ ઓફિસર ભુપતસિંહ મોતીસિંહ પરમાર, પોલિંગ ઓફિસર મયુરિકાબેન શાંતિલાલ પટેલ, પોલિંગ ઓફિસર યોગેશભાઈ સોમજીભાઈ સોલ્યા તેમજ રાહુલ જીલુભાઈ તથા રમણ છગન માલીવાડ નામક બે પોલીસ કર્મચારીઓ સહિત છ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાતા સરકારી કર્મચારીઓ તેમજ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!