![દાહોદ: 2002 ના બહુચર્ચિત કેસની પીડિતા બીલ્કીસબાનુએ તેના પતિ સાથે મતદાન કર્યું.](https://dahodlive.com/wp-content/uploads/2024/05/IMG-20240507-WA0074-770x377.jpg)
દાહોદ: 2002 ના બહુચર્ચિત કેસની પીડિતા બીલ્કીસબાનુએ તેના પતિ સાથે મતદાન કર્યું.
દાહોદ તા. ૭
ગોધરા કાંડ પછી 2002 ના બહુચર્ચિત કેસની પીડિતાએ આજે દેવગઢ બારીયાના કાપડી ખાતે તેના પતિ સાથે માદરે વતન ખાતે મતદાન કરી “મારું મતદાન સુરક્ષિત મતદાન”નો સંદેશ આપ્યો હતો. અને લોકશાહીના મહાપર્વમાં નિર્ભીક અને ન્યાયી પ્રક્રિયાથી ચૂંટણી યોજાઈ રહી હોવાની પ્રતીતિ કરાવી હતી.
દાહોદ 19 લોકસભા સામાન્ય ચૂંટણીને લઈને આજે સમગ્ર ગુજરાત ઉત્સાહિત છે.ત્યારે આ મહાપર્વમાં 2002 ના બહુચર્ચિત કેસની પીડિતા બીલ્કીસબાનુએ પોતાનો મતદાન કરી ” મારું મતદાન, સુરક્ષિત મતદાન “નો સંદેશો આપતાં તમામ મતદારોને અચૂક મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. મતદાન વેળાએ તેઓએ તેમનાં પતિ સાથે મતદાન કર્યા પછી સેલ્ફી પડાવી હતી.