બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો
ફતેપુરા તાલુકામાં 50.29% જ્યારે દાહોદ લોકસભા બેઠકમાં 5478% મતદાન નોંધાયું
સુખસર,તા.7
આજરોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં દાહોદ લોકસભા બેઠકનું પણ સવારના સાત કલાકથી સાંજના છ કલાક સુધી મતદાન યોજાઈ ગયુ જેમાં ફતેપુરા તાલુકામાં પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા વહીવટીતંત્ર સહિત સલામતી સ્ટાફ દ્વારા હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ફતેપુરા તાલુકામાં દાહોદ લોકસભા બેઠક માટે સવારના સાત કલાકથી મતદાન પ્રક્રિયા ની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતના બે કલાકમાં ફતેપુરા તાલુકામાં 10.42 ટકા જેટલું મતદાન નોંધાયું હતું જ્યારે 9 થી 11 કલાકના અરસામાં 26.51ટકા 11 કલાકથી 1 કલાક સુધીમાં 38.85 ટકા 1 કલાકથી 3 કલાક સુધી 44.56 ટકા જ્યારે 3 થી 5 કલાક સુધીમાં 50.29 ટકા મતદાન નોંધાયું હતું.અને દાહોદ લોકસભા સીટ ઉપર સરેરાશ સાંજના 5 વાગ્યા સુધી 54.78 ટકા મતદાન નોંધાયું હોવાનું જાણવા મળે છે.
એકંદરે ફતેપુરા તાલુકામાં સવારથી ધીમી ગતિએ શરૂ થયેલુ મતદાન દિવસ દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતું.તેમ જ કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી.જ્યારે કેટલાક બુથ કેન્દ્રો ઉપર વિકલાંગ તથા અશક્ત લોકોને બુથ કેન્દ્રમાં મતદાન કરવા અવરજવર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.પરંતુ કચ્છ ચૂંટણીઓની સરખામણીમાં હાલની લોકસભા ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થતા વહીવટી તંત્ર સહિત પોલીસ ખાતાએ હાશકારો અનુભવ્યો હતો.