Saturday, 22/01/2022
Dark Mode

મઘ્ય ગુજરાત રોહિત સમાજના સામાજિક કાર્યકરોનું સ્નેહ મિલન યોજાયું.

November 14, 2021
        760
મઘ્ય ગુજરાત રોહિત સમાજના સામાજિક કાર્યકરોનું સ્નેહ મિલન યોજાયું.

બાબુ સોલંકી :- સુખસર 

મઘ્ય ગુજરાત રોહિત સમાજ ના સામાજિક કાર્યકરો નું સ્નેહ મિલન યોજાયું.

વિવિધ પરગણાના રોહિત સમાજના આગેવાનો હાજર રહ્યા.

જસવંત સિંહ પરમાર દ્વારા પોલીસની ભરતી માટે રોહિત સમાજના ઉત્સુક ભાઈ બહેનોને શો પુસ્તકોની ભેટ આપવામાં આવી.

(પ્રતિનિધિ ) સુખસર,તા.14

 તારીખ ૧૪.૧૧.૨૦૨૧ ના રોજ મઘ્ય ગુજરાત રોહિત સમાજ ના સામાજિક કાર્યકરોનું નવા વર્ષ નું સ્નેહ મિલન હાલોલ ખાતે યોજાયું હતું.જેમાં વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા.સમારોહમાં સુરેશ ભાઇ એડવોકેટ,બાવન પરગણાના યુવા કાર્યકર હિંમતભાઈ જાદવ, વરધરી સાત પરગણાના કનવિનર અનિલ ભાઈ, સાત પરગણા સમૂહના સક્રિય કાર્યકર રમણભાઈ કોઠંબા,કિરીટસિંહ ચાવડા મોરવા,ખાના ભાઈ ચાવડા, કાલોલના યુવા કાર્યકર શ્રી હસમુખ મકવાણા વકીલ, હિતેશભાઈ વકીલ, બાલાસિનોર તાલુકા કનવિનર શ્રી નિલેશ ચૌહાણ, સાઠંબાના કાર્યકર મુકેશભાઈ રાઠોડ, ડાહ્યા ભાઈ નવાગામ, વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા શ્રી રમણભાઈ ઘોઘંબા ,પંકજ ભાઈ મોરવા,ગોવિંદભાઈ ડૉ.મુવાડા,પ્રવીણભાઈ સાથરોતા,બિપીનભાઈ ધરી, રાકેશભાઇ ટીંબા,અંબાલાલ ભાઈ દહિઅપ,કનુભાઈ મકવાણા અને નામી અનામી અતિથિઓ અને મોટી સંખ્યા માં સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.સદર કાર્યક્રમ માં ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ ના મુખ્ય દાતા શ્રી ડાહ્યાભાઈ અને ઉપસ્થિત દાતાઓ નું બાબા સાહેબ નો ફોટો આપી ને સન્માન કરવામાં આવ્યું હતું.

 

નવા વર્ષે સમાજ માં શિક્ષણનો ફેલાવો થાય અને સમાજ શિક્ષણ પ્રત્યે જાગૃત બને ,વ્યસન મુક્ત બને તે માટે ના પ્રયત્નો કરવા માટેનો સંકલ્પ લીધો હતો. સાત પરગણા સમૂહના સામાજિક કાર્યકર રમણ ભાઈ કોઠંબા દ્વારા સમાજમાંથી મરણ પાછળ થતા ભોજન અને ખોટા ખર્ચા અટકાવી મોરવા ખાતે બનેલા નિયમોનો અમલ કરવા એનો શિક્ષણમાં ઉપયોગ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.આવનારા સમયમાં મઘ્ય ગુજરાત ના દરેક તાલુકા મથક એ શિક્ષણ માટે લાઇબ્રેરી બનાવવા માટે સુરેશભાઈ એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ માં ભોજન શ્રી જશવંતસિંહ પરમાર જોઝ દ્વારા આપવામાં આવ્યું હતું.અને પોલીસની ભરતી માટે તેઓ તરફ થી 100 સેટ પુસ્તકો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ અંબાલી,નીલેશભાઈ મકવાણા નવાગામ , મુકેશ ભાઈ સોલંકી મોરવા,દીપક ચૌહાણ ગોધરા,સતિષભાઈ પ્રોફેસર , જીતુલ ભાઈ હાલોલ,જયેશભાઇ ચલાલી,પ્રવીણભાઈ ભાનપુરા દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!