Friday, 29/03/2024
Dark Mode

દાહોદમાં 108 ના કર્મચારીઓની સરાહનીય કામગીરી..દિવસમાં જુદા જુદા બે પ્રસુતાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી…

November 13, 2021
        746
દાહોદમાં 108 ના કર્મચારીઓની સરાહનીય કામગીરી..દિવસમાં જુદા જુદા બે પ્રસુતાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી…

દાહોદમાં 108 ના કર્મચારીઓની સરાહનીય કામગીરી..દિવસમાં જુદા જુદા બે પ્રસુતાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી…

મહિલા અને તેમના પરિવારે 108 ની ટીમનો આભાર વ્યક્ત કર્યો

દાહોદ તા.13

રાજ્યની 108 એમ્બ્યુલન્સ સેવા ખરેખર લોકો માટે આશીર્વાદ સમાન બની છે ત્યારે એકવાર ફરીથી શહેર માં 108 મહિલા અને તેમના બાળક માટે દેવદૂત સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં એક પ્રસૂતાની 108 ના ઇમરજન્સી મેડિકલ ટેકનિસિયનએ એમ્બ્યુલન્સમાં મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી અને બાદમાં માતા અને પુત્રને નજીક ની હોસ્પિટલ માં ખસેડાયા હતા.

 

આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેર માં વાઘેલા ગામ માં રહેતા ડામોર સુશીલાબેન મુકેશભાઈને ગત તારીખ 12ના રોજ રાત્રે 23:30વાગ્યાના અરસામાં અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લાઇ જવાની ફરજ પડી હતી જેથી 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કરતા પેથાપુર લોકેશનની 108 ના પાયલોટ સુરેશભાઈ નીસરતા અને ઇએમટી સંજયભાઈ નીસરતા તાબડતોડ ઘટના સ્થેળે પહોંચ્યા હતા મહિલાને વધુ દુખાવો થતા 108 ના ઇએમટી સંજયભાઈએ ઓનલાઈન ફિજીસીયન ના માર્ગદર્શન હેઠળ સ્થળ ઉપર મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવ્યો હતો અને બાદમાં બંને ને નજીક ની સરકારી હોસ્પિટલ માં ખસેડાયા હતા જેને લઈને મહિલા અને તેમના પરિવાર દ્વારા 108 ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

બીજા કેસમાં જાણવા મળતી વિગત મૂજબ વકોલ ગામ માં રહેતા રમીલાબેન સુભાષભાઈ તાવિયાડને આચનક પ્રસુતિની પીડા ઉપડતાં તેઓને સારવાર માટે લઇ જવાની ફરજ પડી હતી જેથી 108 એમ્બ્યુલન્સનું સંપર્ક કરતા લીમડી લોકેશનની 108 નાં પાઇલટ અનિલભાઈ બારીયા અને ઈએમટી વિજયભાઈ ભુરીયા ને તાવડતોડ ઘટના સ્થળે પહોંચી 108નાં EMT વિજયભાઈને ઓનલાઇન ફીજીશિયનનાં માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં મહિલાની નોર્મલ પ્રસૂતિ કરાવી માતા અને બાળક નું જીવ બચાવ્યો હતો અને બાદ માં બંને ને નજીક ની સરકારી હોસ્પિટલ મા ખસેડાયા હતા….

આવી સરસ સેવા જોઈને બધાને ટીમનું આભાર વ્યક્ત કર્યો હતો.. આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!