બાબુ સોલંકી :- સુખસર
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
ફતેપુરા તાલુકામાં વલુંડા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સુખસર,તા.4
આગામી દિવસોમાં આવનાર લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લગતા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. સ્વીપ અભિયાન હેઠળ સમગ્ર દાહોદ જિલ્લામાં ઠેર ઠેર જગ્યાઓએ ચૂંટણી અંગે લોકોને જાણકારી આપી અવશ્ય મતદાન કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ફતેપુરા તાલુકામાં પણ વલુંડા ગામ ખાતે ગ્રામજનોને ચૂંટણીની મહત્વતા, એક મતની કિંમત તેમજ મત આપવાના પોતાના અધિકાર બાબતે વિગતે સમજાવવામાં આવ્યા હતા. મતદાનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તેમજ તેનું મહત્વ શું જેવી લોકોને મૂંઝવતા સવાલો ની ચર્ચા કરી માહિતગાર કરવામાં આવ્યા હતા. છેલ્લે તમામ ગ્રામજનો દ્વારા સો ટકા મત આપવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.