odkrijte Neteller casino
spletni casino
igralnica brez depozita pristna izkušnja casinoja
spela med Siru Mobile
besök sidan för nya casinon více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪હમ મતદાતા, ભારત કે હૈ ભાગ્યવિધાતા મતદાન કરીને આપણે પણ લોકશાહીના આ પર્વમાં આપણા તરફથી ફાળો અચૂક આપવો જોઈએ – જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪હમ મતદાતા, ભારત કે હૈ ભાગ્યવિધાતા

મતદાન કરીને આપણે પણ લોકશાહીના આ પર્વમાં આપણા તરફથી ફાળો અચૂક આપવો જોઈએ – જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડે

દાહોદના હાર્દ સમા ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

” ચાલો કરીએ સૌ મતદાન – દેશને બનાવીએ મહાન “- સૂત્ર હેઠળ સંગીતના માધ્યમ થકી નાગરિકોને મતદાન માટે સંગીતમય આહવાન કરાયું

” મતદાન કરવું એ આપણી ફરજ છે.”- થીમ હેઠળ નાનકડાં ભૂલકાંઓ દ્વારા નાટક રજૂ કરાયા

દાહોદ તા. ૨૭

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ને ધ્યાને લઇ દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર થકી મતદારો ચૂંટણીને સમજી અચૂક પણે મતદાન કરવા પ્રોત્સાહન આપવા હેતુ સ્વીપ અભિયાન હેઠળ અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

દાહોદના હાર્દ સમા ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ સંગીત સંધ્યા સથવારે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું. જેમાં મતદાન જાગૃતિ ને લગતા વિવિધ ગીતો-દેશ ભક્તિ ગીતો, આદિવાસી ગીત પર ચાલો કરીએ સૌ મતદાન – દેશને બનાવીએ મહાન સૂત્રને સાર્થક કરતા સંગીતના માધ્યમ થકી નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે સંગીતમય આહ્વાન કરવામાં આવ્યું હતું. સેલ્ફી પોઇન્ટ તેમજ સહી ઝુંબેશ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ નિમિત્તે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેએ કહ્યું હતું કે, સૌને મતદાન કરવા હાકલ કરતાં ઉમેર્યું હતું કે, લોકશાહી એ આપણા દેશનો સૌથી મોટો તહેવાર છે. ભારતમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક નાગરિકને મતદાન કરવાનો સમાન અધિકાર છે. જેથી આપણે સૌ સહિયારા પ્રયાસ થકી ૭ મી મે ના રોજ બધા જ કામ પડતા મૂકીને પ્રથમ આપણે મતદાન કરીને આપણે પણ લોકશાહીના આ પર્વમાં આપણા તરફથી ફાળો અચૂક આપીને મતદાન પર્વને સફળ બનાવીશું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ ખર્ચના નોડલ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે મતદાન અંગે સમજણ આપતાં જણાવ્યું હતું કે, લોકતંત્ર એ લોકોને પોતાની સરકાર રચવાની તક આપે છે જેથી કરીને આપણા ભવિષ્યના વિકાસ માટે મતદાન કરવું જરૂરી છે. સૌ મતદારોએ સો ટકા મતદાન કરવું જોઈએ.

વંદે માતરમ્ રાષ્ટ્રીય ગીત થકી શરૂઆત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં હોલી – જોલી ગૃપ, અસ્મિતા ગૃપ,બ્રેઈન બુસ્ટર દ્વારા નાટક, ફ્લેશ મોબ મતદાન રેપ સોન્ગ પર ડાન્સ, આઈ. ટી. આઈ. ગૃપ દ્વારા મતદાન જાગૃતિ થીમ પર નાટક અને આદિવાસી ગીત ટીમલી રજૂ કરીને લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો ” વોટિંગ કરવું એ આપણો કર્જ નહીં ફર્જ છે ” થીમ હેઠળ નાનકડાં ભૂલકાંઓએ મતદાન જાગૃતિ નાટક રજૂ કરતાં કહ્યું હતું કે, અમે વોટ તો નહીં કરી શકીએ પરંતુ વિનંતી તો કરી શકીએ છીએ ને..!

આ કાર્યક્રમ દરમ્યાન પોલીસ અધિક્ષક શ્રી ડો રાજદીપ ઝાલા, નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ, પ્રાંત અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીસુ શ્રી નિલાંજસા રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી, સહિત સંકલનના અધિકારી શ્રીઓ તેમજ આઈ. ટી. આઈ. ટીમ, હોલી જોલી ગૃપ, અસ્મિતા ગૃપના સભ્યો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

૦૦૦

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard

hitta mer om sirumobilecasino.se

odkrijte pravi denar
spletna igralnica casino igre