બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિજય વિશ્વાસ સંમેલન યોજાયુ
ફતેપુરા નગરમાં ચૂંટણી લક્ષી જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિકાસ આધારિત રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આવ્યા પછી શરૂ થઈ:મુખ્યમંત્રી
સુખસર,તા.20
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ભારતીય જનતા પાર્ટી આયોજિત વિજય વિશ્વાસ સંમેલન યોજાઈ ગયું.ધુધસ રોડ ઉપર ભુરીબા પાર્ટી પ્લોટમાં લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે જાહેર સભાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધી હતી.સાંસદ સભ્ય અને લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર,રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ,પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ ડામોર,દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર,મહામંત્રી નરેન્દ્ર ભાઈ સોની,ફતેપુરાના ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યો તેમજ ભાજપના હોદ્દેદારો,કાર્યકર્તાઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભવોએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરેલ હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત જનમેદનીને આવકાર આપી જણાવ્યું હતું કે,પ્રજાએ ભાજપ ઉપર ભરોસો મૂક્યો છે.અને ભરોસાનું વળતર વિકાસ થકી મળ્યું છે.જન જન સુધી ભાજપ સરકારે લાભો પહોંચાડતા ભરોસો વધી રહ્યો છે. અગાઉના ઇલેક્શન જ્ઞાતિવાદ, જાતિવાદના આધારે લડાયા છે.જ્યારે વિકાસના આધારે નરેન્દ્ર ભાઈ મોદી આવ્યા પછી શરૂ થયો છે.ભાજપ સરકારના શાસનમાં વિકાસ છેવાડાના લોકો સુધી પહોંચ્યો છે.અને આજે દેશનું અર્થતંત્ર નરેન્દ્ર ભાઈ મોદીના આવ્યા પછી 10 જ વર્ષમાં 11માં થી 5 માં સ્થાને અને આવનાર સમયમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીની સરકાર રચાય તો ભારત દેશની તાકાત 3 સ્થાન ઉપર પહોંચી શકે તેવી ચર્ચા ચાલી રહી છે.અને જણાવ્યું હતું કે,આ વખતનો દેશનો માહોલ ક્લિયર છે અને ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી ને 412 સીટ સાથે વડાપ્રધાન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓ સહિત જનમેદનીને આહવાન કરવામાં આવ્યું હતું.