મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકાના હિરોળામાં નાળા બનાવટમાં ગેરરીતિને લઇ સંજેલી TDO ને આવેદન.
હિરોલા બોર પાણીમાં નાળું હલકી કક્ષાનું મટિરિયલ વાપરતા રજૂઆત.
સારુ મટીરીયલ વાપરી ફરીથી કામ ના કરાય તો સ્થાનિક ગ્રામજનો સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી.
સંજેલી તા..10
આમ આદમી પાર્ટી સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલના નેતૃત્વમાં સંજેલી તાલુકાના વિવધ મુદ્દાઓ લઈને આવેદન આપવામાં આવ્યું. જેમાં
સંજેલી તાલુકાના હીરોલા ગામમાં બોરપાણી ફળિયા નદી ઉપર હાલ નાળાનું કામ ચાલુ છે જેમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી બાંધકામ થતું હોવાથી ગ્રામજનો દ્વારા રજુઆત કરવામા આવી હતી.જેમાં તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરી સ્થળ વિઝીટ કર્યા બાદ પુનઃ વ્યવસ્થિત કામ કરવાની માંગણી કરાઈ છે.જેમાં આમ આદમી પાર્ટી જિલ્લા મહામંત્રી રણજીત ભાઈ ઉપસ્થિત રહ્યા.
આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી જયેશ ભાઈ સંગાડા કે જેઓ પોતે હીરોલાના વતની છે તેમને જણાવ્યું કે આ નાળા ના બાંધકામ બાબતે અગાઉ કોન્ટ્રાક્ટ રજુઆત કરી હતી છતાં નાળાનું કામ બિલકુલ અવ્યવસ્થિત છે.નાળુ મોટી નદી ઉપર બની રહ્યું છે જે એક બે વર્ષમાં ધોવાઈ જાય એમ લાગે છે.ક્ષતિઓ સુધારી ફરીથી કામ ન થાય તો સ્થાનિક ગ્રામ જનો સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.