
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો,પોલીસે 10 કલાકમાં સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો.
નિવૃત શિક્ષકનાં ત્યાં કામ કરતા ઈસમે પત્ની જોડે આડા સબંધની શંકાએ દીપસિંગ પલાસને યમસદને પહોંચાયો..
હત્યાને લૂંટમાં ખપાવવા આરોપીએ કર્યો પ્રયાસ,પોલીસથી બચવાં પોતાના સાથે લૂંટની કહાની ઘડી.
પોલીસની 6 ટીમનું વર્ક,FSL, ફિંગરપ્રિન્ટ,ફૂટમાર્ક મહત્વપૂર્ણ કડી સાબિત થયા.
ગાડી પર લાગેલી ગોબર સાથે મળેલી ઘાસે આરોપીનો પર્દાફાશ કર્યો..
સંજેલી તા. ૧૬
સંજેલી તાલુકાના જીતપુરા ગામે બે દિવસ પૂર્વે થયેલ લૂંટ વિથ મર્ડર કેસને દાહોદ પોલીસની 6 ટીમોનાં ટીમ વર્કનાં કારણે માત્ર 10 કલાકમાં ઉકેલતા ચોકાવનારા ખુલાસા થવા પામ્યા છે.જેમાં મરણ જનાર શિક્ષકનાં ત્યાં કામ કરતા ઈસમે તેની પત્નીનું તેના શેઠ જોડે આડા સબંધની શંકાએ હત્યાં કરી લૂંટ વિથ મર્ડરનો તરકટ ઉભો કર્યો હતો.
એટલું જ નહિ બીજા દિવસે પોલીસથી બચવાં ખ઼ુદ પોલીસ મથકે પીડિત તરીકે પહોંચી પોતાના સાથે લૂંટ થયી હોવાની કેફીયત રજુ કરી હતી. પરંતુ પોલીસે ખુબ જ કુનેહ પૂર્વક સંયોગિક પુરાવા થકી આરોપીને બેનાકાબ કરી લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી છે.
સંજેલી તાલુકાના જીતપુરા ગામે ગત તારીખ 13 તારીખનાં રોજ લૂંટ વિથ મર્ડરની ઘટના બને છે.જેમાં એક અજાણ્યા લૂંટારુએ દીપસિંગ પલાસ તેમજ રાજમોહિની પલાસ નામક રિટાયર્ડ ટીચર દંપતી ઉપર કુહાડી વડે હુમલો કરે છે. જેમાં દીપસિંગ ભાઈ પલાસને જીવલેણ ઈજાઓ પહોંચે છે. તે દરમિયાન દીપસિંગ ભાઈની પત્ની રાજમોહિની પલાસ લૂંટારૂની કુહાડી પકડી ઝપાઝપી કરે છે. જેમાં રાજ મોહિની પલાસને પણ હાથના ભાગે ઇજાઓ પહોંચે છે જેના પગલે તેઓ લૂંટારૂથી બચવા બહાર ભાગી જાય છે. આ દરમિયાન લૂંટારૂ સાડા ત્રણ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના તેમજ દીપસિંહ ભાઈની ટવેરા ગાડી લઈને ફરાર થઈ જાય છે. ત્યારબાદ ઇજાગ્રસ્ત દીપસિંગભાઈ પલાસ નો દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજે છે. પરંતુ સંજેલીમાં થયેલા આ લૂંટ વિથ મર્ડરના હત્યાકાંડને લઈ સનસનાટી ફેલાઈ જાય છે જેના પગલે આ લૂંટ વિથ મર્ડર નો બનાવ પોલીસ માટે એક મોટો પડકાર બની જાય છે. જે બાદ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ દાહોદ એસ.પી ડોક્ટર રાજદીપ સિંહ ઝાલા તેમજ એલસીબી એસ.ઓ.જી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચે છે.અને એસપી ના માર્ગદર્શનમાં પોલીસની છ ટીમોં આ ઘટનાની તલસ્પર્શી તપાસમાં જોતરાય છે.
આ દરમિયાન સંજેલી તાલુકાના ડોકી તલાવડી ગામનો અન્ય ઈસમ રમણ ભૂરસિંગ પલાસ સંજેલી પોલીસ સ્ટેશન પહોંચે છે અને તેની સાથે બહાર લોકોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની રજૂઆત કરે છે. તે પોલીસને જણાવે છે કે બે ગાડી લઇને આવેલા બાર જેટલા લૂંટારુઓએ તેના મોઢે ગોદડું મૂકી માર મારી ખિસ્સામાં પડેલા 2.10 લાખ લઈને જતાં રહે છે.અને પાણી નાખી જતાં રહે છે.જેમાં એક સફેદ કલરની ગાડી લઈને આવ્યા હતા. કોઈનું મોઢું ન દેખ્યા હોવાની પોલીસ સામે કેફીયત રજૂ કરે છે.જેના પગલે પોલીસને આ વ્યક્તિ ઉપર શંકા જાય છે. અને ક્રોસ વેરિફિકેશન કરતા તેને રજૂ કરેલ કેફિયતમાં વિસંગતતા જોવા મળે છે.આં દરમિયાન લૂંટ વિથ મર્ડરનાં કેસને ઉકેલવા માટે થોડીક જ વારમાં પોલીસને ટીમો સક્રિય થઈ જાય છે.અને ગણતરીની મિનિટોમાં પોલીસ પાસે એક ઇનપુટ આવી જાય છે.જેમાં સંજેલી પોલીસમાં લૂંટની ફરિયાદ કરવા આવેલા વ્યક્તિ શંકાસ્પદ લાગે છે. જે બાદ પોલીસ તેની પાસે પૈસા ક્યાંથી લાવ્યો તે અંગે પૂછતા તે પુરાવા ન આપી શકતા પોલીસની તપાસમાં ગૂંચવાઈ જાય છે. અને ત્યારબાદ પોલીસની ટીમો પૂછપરછ કરે છે અને તલાશી દરમિયાન તેની પાસેથી એક શર્ટ મળે છે. જેમાં ઘાસ વાળો ગોબર મળે છે.
આં દરમિયાન લૂંટ વિથ મર્ડરમાં લૂંટારૂ મરણજનાર દિપસિંગભાઈ ની જે ટવેરા લૂંટીને જાય છે. આ ટવેરા ગાડી ચાર કિલોમીટર દૂર નેનકી ગામે મળી આવે છે. જેમાં ડ્રાઇવિંગ સીટ પર ઘાસ વાળો ગોબર મળે છે. ટવેરા ગાડીમાંથી મળેલો ઘાસ વાળો ગોબર , અને શંકાસ્પદ રમણ પલાસની શર્ટમાં લાગેલો ઘાસ વાળો ગોબર મેચ કરવામાં આવે છે. જે મેચ થઈ જાય છે સાથે સાથે મરણ જના ર્દિપસિંહભાઈ ના ઘરે એક ફૂટ પ્રિન્ટ પગના નિશાન પોલીસને મળે છે. જે ફૂટ માર્કને રમણ પલાસ ના ફૂટપાર્ક જોડે મેચ કરતા ૬૦ ટકા મેચ થઈ જાય છે.ત્યારબાદ પોલીસ આ શંકાસ્પદ રમણ પલાસની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરે છે.શરૂઆતમાં તો રમણ પલાસ પોલીસને ગોળ ગોળ ફેરે છે પરંતુ થોડીક જ પોલીસ જ્યારે કડક રીતે પૂછપરછ કરે છે. જેના પગલે તે ભાંગી જાય છે અને પોપટની જેમ બધું બોલવા લાગે છે. જેમાં મરણ જનાર દીપસિંગ પલાસ જોડે તેની આડા સબંધની શકાએ હત્યાનું કાવતરું રચી નિવૃત દંપત્તિ લગ્ન પ્રસંગમાં બહાર ગામ ગયેલા હોવાથી ઘરમાં છુપાઈ જાય છે. રાત્રે દંપત્તિ ઘરે આવી સુઈ જતા મઘરાત્રે હત્યાંકાંડને અંજામ આપે છે. ત્યારબાદ આં હત્યાને લૂંટ વિથ મર્ડરમાં ખપાવવા મૃતક દીપસિંગભાઈની ટવેરા ગાડી લૂંટી જાય છે. અને પુરાવાને નાશ કરવા ગાડીને ત્રણ કિલોમીટર દૂર નેનકી ગામે આગ ચાંપી સળગાવવાનો પ્રયાસ કરે છે. જોકે તેમાં સફળ ન થતાં આખરે બિનવારસી મૂકી ફરાર થઈ જાય છે.આં કેસમાં પોતે પોલીસથી બચવા તેમજ પોલીસને ગેર માર્ગે દોરવાનો રમણ પલાસ પોતે લૂંટનો પીડિત બની ફરિયાદ કરવા પોલીસ મથકે જતા સમગ્ર કેસનો ભેદ ઉકેલાય છે.