રાજેશ વસાવે :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક શ્રી શ્રેયસ.કે.એમ
દાહોદ તા. ૧૩
લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે ત્યારે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલી
સ્માર્ટસિટી ગ્રીન બિલ્ડીંગ ખાતે MCMC કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. તૈયાર કરાયેલા મીડિયા મોનીટરીંગ સેન્ટરની ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા ખર્ચ નિરીક્ષક એટલે કે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર શ્રી શ્રેયસ.કે.એમ (IRS)એ મુલાકાત લીધી હતી.
શ્રી શ્રેયસ એ જિલ્લા કક્ષાએ ઈલેક્ટ્રોનિક મીડિયા ચેનલોના મોનિટરીંગ માટે કાર્યરત મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનિટરીંગ સેન્ટર (MCMC)ની પણ મુલાકાત લઈ થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો કર્યા હતા. મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામકશ્રી એસ.જે.બળેવિયા એ નિરીક્ષકશ્રીને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરીંગ અંગેની જાણકારીથી વાકેફ કર્યા હતા.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, સહિત મીડિયા મોનિટરીંગના કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦૦૦-