Saturday, 27/07/2024
Dark Mode

દાહોદ તાલુકાના વણબોરી ખાતે પાણી પુરવઠાના કુવામાં નાહવા પડેલો બાળક ઊંડા પાણીમાં ગરકાવ, ફાયર બ્રિગ્રેડે શોધખોળ આદરી..

April 12, 2024
        922
દાહોદ તાલુકાના વણબોરી ખાતે પાણી પુરવઠાના કુવામાં નાહવા પડેલો બાળક ઊંડા પાણીમાં ગરકાવ, ફાયર બ્રિગ્રેડે શોધખોળ આદરી..

દાહોદ તાલુકાના વણબોરી ખાતે પાણી પુરવઠાના કુવામાં નાહવા પડેલો બાળક ઊંડા પાણીમાં ગરકાવ, ફાયર બ્રિગ્રેડે શોધખોળ આદરી..

દાહોદ તા.13

દાહોદ તાલુકાના વણભોરી ગામે પાણી પુરવઠાના કૂવામાં નાહવા પડેલા સગીર વયનો બાળક ડૂબી જતા સ્થાનિક ગ્રામજનોએ ફાયર બ્રિગેડની મદદ લઈ કુવાના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયેલા સગીર વયના બાળકની શોધખોળ આદરી હોવાનો જાણવા મળે છે.  

 

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના વણબોરી માવી ફળિયાના રહેવાસી ભીખાભાઈ નારસિંગભાઈ માવીના સગીર વયનો પુત્ર ગામના પાણી પુરવઠા યોજના અંતર્ગત આવેલા કુવામાં બપોરના સમયે ન્હાવા પડતા ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. જે દરમિયાન આ બાળકની સાથે રહેલા અન્ય બાળકોએ બાળકના પરિવારજનોને જાણ કરતા બાળકના પરિવારજનો તેમજ ગ્રામજનો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બાળકને શોધવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ તે નિરર્થક નિવડતા આખરે ગ્રામજનોએ દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને છેલ્લા ત્રણ કલાકથી પાણીના કૂવામાં ગરકાવ થયેલા બાળકને શોધખોળ હાથ ધરવામાં આવી છે પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી અત્યાર સુધી બાળકની કોઈ પતો લાગ્યો નથી. જોકે આ ઘટના સંબંધે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મોડી સાંજ સુધી પણ કુવામાં શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!