
રાજેશ વસાવે :- દાહોદ
અવંતિકા એક્સપ્રેસમાં ચેકીંગ દરમિયાન મુસાફરની દાદાગીરી…
દાહોદ નજીક વગર ટિકિટ ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરની દબંગાઈ, ટિકિટ ચેકરને ફટકાર્યો.
મેઘનગર આરપીએફ પોલીસે મુસાફર વિરુદ્ધ દાખલ કર્યો..
દાહોદ તા. ૩
ઇન્દોરથી મુંબઈ તરફ જતી અવંતિકા એક્સપ્રેસમાં એક મારામારીનો બનાવ સામે આવ્યો છે જેમાં જાબોર જિલ્લા થી બામનીયા રેલ્વે સ્ટેશન પર મહારાષ્ટ્ર પાલઘરના સત્યનારાયણ ભગીરથ શ્રીવાસ નામક મુસાફરે ઓનલાઇન ઈ-ટિકિટ કરાવી હતી. જે વેટિંગમાં મિટિંગમાં મળી હતી. રેલ્વે ના નિયમો અનુસાર ટ્રેન શરૂ થયાના બે કલાક પહેલા ચાર્ટ બન્યા બાદ ઓનલાઇન વેટિંગ ટિકિટ અન ઓથોરાઇઝ ગણાય છે. આ કદાચ મુસાફરને ધ્યાન નહીં હોય એટલે આ મહારાષ્ટ્ર પાલઘરના મુસાફરે ટ્રેન નંબર 129 62 અવંતિકા સુપરફાસ્ટમાં બામણીયા રેલવે સ્ટેશન ખાતેથી ચડ્યો હતો. ક્યાં રસ્તામાં કોચ B-5 માં ટિકિટ ચેક કરવાં આવેલા રવી ખોડેએ ચેકિંગ દરમિયાન ઓનલાઇન વેટિંગ ટિકિટ સાથે મુસાફરી કરી રહેલા ઉપરોક્ત મુસાફરને વગર ટિકિટ હોવાનું જણાવી વગર ટિકિટ યાત્રા કરવા માટે દંડ ફટકારવાની વાત કરતા ઉપરોક્ત મુસાફરે દંડ ભરવાની ના પાડતા ટિકિટ ચેકરે આરપીએફ નો સંપર્ક કરી મુસાફરને દાહોદ રેલવે સ્ટેશન ખાતે ઉતારી લીધો હતો આ સમયે એકદમ ઉકેરાઈ ગયેલા મુસાફરે ઓન ડ્યુટી ટિકિટ ચેકર પર હુમલો કરી તેના કપડાં ફાડી દીધા હતા અને મોઢાના ભાગે ગેબી માર મારતા ટિકિટ ચેકર લોહી લુહાણ અવસ્થામાં પહોંચ્યો હતો. આ દરમિયાન આરપીએફએ ઉપરોક્ત મુસાફરને ઝડપી મારામારી અંગેનો ગુનો દાખલ કરી જેલના સલાખો પાછળ ધકેલી લીધો છે.