રાજેશ વસાવે :- દાહોદ
ગોદીરોડ પર પુનઃતસ્કરો સક્રિય,સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.
દાહોદની હકીમી સોસાયટી સહીત 5 સ્થળે ચોરીનો પ્રયાસ..
હકીમી સોસાયટીમાં બે મકાનોમાં ત્રણ અજાણ્યા તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ, મહિલાને જોઈ તસ્કરો રફુંચક્કર
રમજાન માસમાં ચોરી કરવાની વર્ષો જૂની પેટર્ન યથાવત: એક અઠવાડિયામાં ત્રીજી વખત ચોરીનો પ્રયાસ.
નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા તસ્કરોને ઝબ્બે કરવા પોલીસવડાને રજૂઆત.
દાહોદ તા.૦૨
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારને અજાણ્યા તસ્કરોએ પુનઃ એક વખત ટાર્ગેટ કર્યું હોય તેમ એક જ રાતમાં પાંચ સ્થળે ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યારે હકીમી સોસાયટીમાં એક બાઈક પર આવેલા ત્રણ જેટલા અજાણ્યા તસ્કરોએ બે મકાનમાં ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો જોકે ઘરમાં હાજર મહિલા બહાર આવતા ત્રણેય તસ્કરો બાઇક લઈને રફુચક્કર થઈ ગયા હતા.જોકે આ સમગ્ર ઘટનાક્રમ નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો.તો આ મામલે સ્થાનિકોએ પોલીસમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી સીસીટીવી કેમેરાની ફૂટેજની માધ્યમથી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.જોકે ગોદીરોડ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પણ તસ્કરો દ્વારા એક મકાનને નિશાન બનાવ્યો હતો.પરંતુ લોકોની સજાગતાના કારણે ચોરીની ઘટના બનતી અટકી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ પવિત્ર રમજાન માસનો મહિનો ચાલતો હોવાથી વ્હોરા સમુદાય મોટી સંખ્યામાં ખુદાની ઇબાદત કરવા માટે મસ્જિદમાં જતા હોય છે. ત્યારે તસ્કરો આવા બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપે છે. આ સિલસિલો છેલ્લા ત્રણ ચાર વર્ષથી ચાલતો આવી રહ્યો છે.જેના પગલે હવે સ્થાનિક પોલીસ અને સ્થાનિક કોર્પોરેટર પણ જનતાને જાગૃત બનવા સીસીટીવી કેમેરા તેમાં ચોકીદાર રાખવા માટે આગ્રહ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ રાતમાં તસ્કરોએ પાંચ જેટલા સ્થળોએ ચોરીનો પ્રયાસ હાથ ધર્યો તો આજ ઘટનાઓમાં આજરોજ વહેલી સવારે ગોદીરોડ હકીમી સોસાયટીમાં સવારના 6:00 વાગ્યાના આસપાસ એક બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા તસ્કરોએ મકાન બંધ હોવાનું લાગતા મકાનના દરવાજાનો ખોલી ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો.જોકે આ દરમિયાન મકાનમાં મહિલા હાજર હોવાથી મહિલાએ દરવાજો ખોલતા પકડાઈ જવાના બીકે ત્રણે તસ્કરો ઉભી પુછડીએ બાઈક લઇ નો દો ગ્યારહ થઈ ગયા હતા.આ દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. અને આ બનાવ અંગેની જાણ પોલીસને કરી હતી. જે બાદ થોડીક જ વારમાં બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે આવી હતી અને સીસીટીવી કેમેરાના માધ્યમથી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
*તસ્કરોએ ગોદીરોડ પર જુદા-જુદા વિસ્તારમાં 5 સ્થળે તસ્કરોએ આતંક મચાવ્યો.*
છેલ્લા કેટલાય સમયથી કરો વિસ્તારને ટાર્ગેટ કરી રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે ગઈકાલે દાહોદ શહેરના મોદી રોડ વિસ્તારમાં હકીમની સપાટીમાં બે મકાનો, સાયકા અપાર્ટમેન્ટમાં બે મકાનો,ધ્રુમિલ પાર્ક સોસાયટીમાં એક મકાન મળી કુલ પાંચ સ્થળોએ તસ્કરોએ ચોરીનો પ્રયાસ હાથ ધર્યો હતો.જ્યારે આ અગાઉ પણ તસ્કરો એ વેરાઈટી પાનની બાજુમાં આવલા વ્હોરા પરિવારના મકાનને નિશાન બનાવ્યો હતો તે સમયે પણ ઘરે બાળકી હાજર હોવાથી સોરી ની ઘટના બનતી અટકી ગઈ હતી.
*પાલિકા પ્રમુખ સહિતના જન પ્રતિનિધિઓ ચોરીની ઘટનાને ડામવા પોલીસ અધિક્ષક સામે રજૂઆત કરી.*
કરો એ ગોદી રોડ વિસ્તારમાં આજે જુદા જુદા પાંચ સ્થળોએ ચોરીની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.જેને લઇને સ્થાનિકોમાં ભાઈનો માહોલ ફેલાવા પામ્યો છે.જોકે આ અગાઉ પણ રમજાન માસ દરમિયાન ખાસ કરીને ગોદીરોડ વિસ્તારમાં બંધ ઘરોને નિશાન બનાવતા તસ્કરોને ઝબ્બે કરવા આજરોજ નગરપાલિકા પ્રમુખ નીરજ ગોપી દેસાઈ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડગ, ભાજપ શહેર પ્રમુખ પ્રશાંત દેસાઈ તેમજ હિમાંશુ નાગર સહિતના હોદ્દેદારોએ ભેગા મળી પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાની મુલાકાત કરી હતી. અને પોલીસ અધિક્ષક સમક્ષ આવા તત્વોને ડામવા માટે રજૂઆતો કરતા પોલીસ અધિક્ષક દ્વારા આવા બંધ મકાન અથવા રમજાન માસ દરમિયાન વધારાના પોલીસ બંદોબસ્ત મુકવા તેમજ તસ્કરોને ઝબ્બે કરવા માટે ખાતરી આપી હતી.