રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર પોલીસનો સપાટો, બુટલેગર આલમમાં ફફડાટ.
ધાનપુરના ટોકરવાના જંગલમાંથી 10 ખેપિયાઓ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા..
પોલીસે 2.39 લાખનો વિદેશી દારૂ,5 લાખ કિંમતની મોટર સાયકલ મળી 8.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
ધાનપુર તા.02
ધાનપુર પોલીસે ટોકરવા ગામના જંગલમાંથી બાતમીના આધારે ઘેરો ઘાલી 2.29 લાખનો વિદેશી દારૂ તેમજ 10 મોટરસાયકલ મળી 5.10 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે મધ્યપ્રદેશના સાત સહીત 10 ઈસમો સામે પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરતા બુટલેગર આલમમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
લોકસભાની ચૂંટણી સંદર્ભે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂની હેરફેર કરતા બુટલેગરો સામે લાલ આંખ કરી વિદેશી દારૂની બદીને કડક રીતે ડામી દેવા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલાએ કડક વલણ અપનાવતા દાહોદ પોલીસ સક્રિય બની છે ત્યારે ગતરોજ ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ એન.એન પરમાર તેમજ પોલીસ સ્ટાફના માણસો વિદેશી દારૂને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ટોકરવા ગામે જંગલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો બાઈક ઉપર વેપલો કરવામાં આવે છે.જે બાતમીની હકીકત કરી પોલીસે જંગલમાં રેડ કરતા મોટરસાયકલ પર વિદેશી દારૂનો જથ્થો લાવતા ખેપિયાઓમાં નાસભાગ મચી હતી.પરંતુ પોલીસે ઘેરો ઘાલી (૧) બળવંતભાઇ બાપુભાઇ જાતે.રાઠવા રહે.ગઢવેલ,રાઠવા ફળીયુ તા.ધાનપુર જિ.દાહોદ તથા (૨) ગોવિંદભાઇ અજમેલભાઇ જાતે.ડામોર રહે.પીપરીયા,માળ ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ (૩) કંદ ઉર્ફે કંદોભાઇ અશ્વીનભાઇ જાતે.રાઠવા મુળ રહે.મીઠીબોર તા.જી.છોટાઉદેપુર હાલ રહે.ડભવા તા.ધાનપુર જિ.દાહોદ (૪) ગોવિંદભાઇ પારસીંગભાઇ જાતે.રાઠવા રહે.કઠીવાડા જિ.અલીરાજપુર(એમ.પી.) (૫) કાલુભાઇ ઉદીયાભાઇ જાતે.ઢાકડ રહે.લખાવાટ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી.) તથા નં.(૬) રાહુલભાઇ માધુભાઇ જાતે.ઢાકડ રહે.લખાવાટ તા.કઠીવાડા જી.અલીરાજપુર(એમ.પી) તથા (૭)ઇશ્વરભાઇ જાગીરીયાભાઇ જાતે.કીરાડ રહે.ગોળઆંબા, તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી) (૮) બાબુભાઇ જાગીરીયાભાઇ જાતે.કીરાડ રહે.ગોળઆંબા, તા.કઠીવાડા જી.અલીરાજપુર(એમ.પી) (૯) અર્જુનભાઇ દરીયાભાઇ જાતે.કીરાડ રહે.ગોળઆંબા, તા.કઠીવાડા જી.અલીરાજપુર(એમ.પી) (૧૦)રાહુલભાઇ દુરસીંગભાઇ જાતે.કીરાડ રહે.ગોળઆંબા, તા.કઠીવાડા જી.અલીરાજપુર(એમ.પી) સહીત 10 ઈસમોની અટકાયત કરી તલાસી દરમિયાન વિદેશી દારૂની 2424 બોટલ કિંમત રૂપિયા 2,92,320 તથા 5.10 લાખ રૂપિયા કિંમતની દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગ માટે લેવાયેલી 10 મોટર સાયકલો મળી કુલ 8,02,320 નો મુદ્દામાલ કબજે કરી 10 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.