રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નળવાઈ ગામે બે બાઈકો સામ સામે અથડાઈ,એક નું સારવાર દરમિયાન મોત .
ગરબાડા તા. ૧
ગરબાડા તાલુકામાં હાલમાં હોળી બાદ લગ્નસરાની સિઝન ચાલુ હોય ટ્રાફિક પણ વધેલો હોય ત્યારે આવા સમયમાં અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે જેમાં વધુ એક અકસ્માત સર્જવાની ઘટના બનવા પામી હતી જેમાં નળવાઇ ગામે ખાતે GJ 17 BK 8435 નંબરની મોટરસાયકલ ચાલક પૂર ઝડપે હંકારી દીતિયાભાઈ ગલાભાઈની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક ઉપર સવાર સુનિલભાઈ નિલેશભાઈ ભુરીયા ને કપાળમાં ડાબી આંખની બાજુમાં તથા જમણા પગના ઢીંચણ ના ભાગે ઓછી વતી ઈજાઓથઈ હતી જ્યારે દિતીયાભાઈ ગલાભાઈ ભુરીયા ને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માત સંદર્ભે ગરબાડા પોલીસ માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.