ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર પૂર્વ વિભાગ રાજપૂત સમાજ સંતરામપુર દ્વારા રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા આવેદન પાઠવ્યો.
સંતરામપુર તા. ૧
સંતરામપુર પૂર્વ વિભાગ રાજપૂત સમાજ સંતરામપુર દ્વારા આજે મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, રાજકોટ લોકસભા ૨૦૨૪ ની ચુંટણીમાં ભાજપના ઉમેદવાર એવા પરસોતમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમ દરમ્યાન સમસ્ત રાજા રજવાડા વિષે કોમી ધાર્મિક લાગણી દુભાય અને સુલેહ શાંતિ નો ભંગ થાય તે પ્રકારના પ્રવચનનો વિડીયો સોશિયલ મીડીયામા ફરી રહ્યો છે. ઉપરોક્ત વિડીયોમાં બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિષે અપમાન જનક ટીપ્પણી કરેલ છે. જેના લીધે ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
ગુજરાત સમસ્ત ક્ષત્રિય સમાજમાંથી 80% મતદાર ભાજપ તરફી જ રહેતું હોય છે. રાજપૂતસમાજની આટલી મોટી સંખ્યા હોવા છતાં લોકસભા ચુંટણીમાં એક પણ સીટ રાજપૂત સમાજના કોઇ ઉમેદવારને ફાળવેલ નથી. તેમ છતાં સમાજ ભાજપ અને સાથી પક્ષો નો વફાદાર રહ્યો છે. પરંતુ પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વાહિયાત ટીપ્પણી સમાજના રજવાડાઓ અને બહેન દીકરીઓ માટે કરવામાં આવી છે. તે બાબતે સમસ્ત રાજપૂત સમાજમાં રોષની લાગણી ફરીવળી છે.
પૂર્વ વિભાગ રાજપુત સમાજ સંતરામપુર દ્વારા મામલતદાર ને આવેદન આપી તેમના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને આ બાબતે વાકેફ કરીએ છીએ કે આ અંગે જવાબદાર એવા પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક ની લોકસભા 2024 ના ઉમેદવાર તરીકેની તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી પૂર્વ વિભાગ રાજપુત સમાજ સંતરામપુરની માંગણી છે.તેવું જણાવ્યું હતું
વધુમાં જણાવ્યું હતું કે, તેમા છતાં જો રાજપૂત સમાજની આ માંગણીની અવગણના કરી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે રાખવામા આવશે. તો સમગ્ર દેશમાં દરેક લોકસભા સીટ પર જ્યાં ક્ષત્રિયસમાજનું મતદાન થશે. તે ભાજપ વિરૂધ માં થશે તેવા પ્રયત્નો પૂર્વ વિભાગ રાજપુત સમાજ સંતરામપુર કરશે જેની ગંભીર નોંધ લેવી.