
જેસાવાડા પોલીસે રાજસ્થાનમાં ઘરફોડ ચોરીના ૫ ગુનામાં સંડોવાયેલા અને એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો
દાહોદ તા. ૩૦
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તેમજ જેસાવાડા સર્વેલેન્સ સ્કોડ ના માણસો. ચિરાગભાઈ ,કાંતિભાઈ, રમેશભાઈ, સિરાજ ભાઈ ,રાજેશભાઈ અને રાહુલભાઈ, નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે રાજસ્થાન રાજ્યના બાસવાડા તથા આનંદપુરી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ પાંચ ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી ગોવર્ધન કાળીયા ભાભોર જે તેના ઘરે આંબલી ખજુરીયા ખાતે આવેલ છે કે બાતમી ના આધારે પોલીસે કોમ્બિંગ હાથ ધરી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવે અને વધુ કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી હતી.