Friday, 19/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી ટવેરા ગાડીમાં લઇ જવાતો એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ તેમજ ફોરવિલ ગાડી સહીત 3.50 મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર

October 23, 2021
        2435
દાહોદ તાલુકાના ચોસાલા ગામેથી ટવેરા ગાડીમાં લઇ જવાતો એક લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,  પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ તેમજ ફોરવિલ ગાડી સહીત 3.50 મુદ્દામાલ જપ્ત,  ચાલક ફરાર

દાહોદ તા.૨૩

દાહોદ તાલુકાના ચોસાલા ગામે પોલીસે એક ટાવેરા ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ કિંમત રૂા.૧,૧૦,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૫૦,૪૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.

ગત તા.૨૨મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે ચોસાલા ગામેથી નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ટાવેરા ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને તે સમયે પોલીસને જાેઈ ગાડીનો ચાલક સ્થળ પર પોતાના કબજાની ગાડી મુકી નાસી જતાં પોલીસે ગાડીમાં વિદેશી દારૂ અને બીયરની બોટલો નંગ. ૧૦૦૮ કિંમત રૂા.૧,૧૦,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.૩,૫૦,૪૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ફરાર ગાડીના ચાલક વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!