લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪
દાહોદમાં દેવગઢ બારીયાની વાય એસ આર્ટ્સ કોલેજ ખાતે સ્વીપની પ્રવૃત્તિ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દાહોદ તા. ૩૦
લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી ૭ મે ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીમાં દાહોદ જિલ્લાના વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓના માધ્યમથી દાહોદ જિલ્લાના મતદારોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
જેના અનુસંધાને વાય એસ આર્ટ્સ કોલેજ દેવગઢ બારીયા ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને મતદાનનું મહત્વ તેમજ ચૂંટણી અંગેની વિસ્તાર પૂર્વક સમજ આપવામાં આવી હતી તથા જે વિદ્યાર્થીઓ પ્રથમ મતદાર હોય તેઓને બિનચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. એ સાથે જ લોકશાહીનો પાયો મજબૂત બનાવવા માટે તેમના મતની શું કિંમત હોઈ શકે તેની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ યુવા મતદારોએ બિનચૂક મત આપવા માટે શપથ લીધા હતા.
૦૦૦