લીમખેડામાં યુવતીનું માતા-પિતા દ્વારા લગ્ન કરવા દબાણ કરતા 181 અભયમે સુખદ સમાધાન કરાવ્યું
દાહોદ તા.૨૯
લીમખેડા તાલુકાના એક ગામમાંથી 18 વર્ષીય પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે તેઓને લગ્ન નથી કરવાં પરંતુ માતા પિતા દ્વારા બળજબરીથી લગ્ન કરાવે છે તેમ જણાવતાં 181 અભયમ ટીમ લીમખેડા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ અને બંને પક્ષો જોડે વાતચીત કરતાં માતા – પિતા ને બળજબરીથી લગ્ન કરાવવાનું કારણ પૂછતાં તેઓએ જણાવેલ કે મારી દીકરી નર્સિંગ કરે છે અને મારી પરિસ્થિતિ ગરીબ છે જેથી હું હવે આગળ ભણાવી શકું તેમ નથી અને દીકરીનું માંગુ સારું આવેલ છે અને તેઓએ મારી દીકરીને અભ્યાસ કરાવવાની સંપૂર્ણ જવાબદારી આપી છે ત્યારે મારી દીકરીનું ભવિષ્ય વિચારીને હું લગ્ન કરાવવા માંગુ છુ તેમ જણાવતાં દીકરીને પણ સમજાવેલ કે તમને પસંદ હોય અને એવું સારું માંગુ હોય તો તમે તમારા ભવિષ્યનો વિચાર કરીને લગ્ન કરી શકો છો તમને અભ્યાસ કરાવવાની માતા- પિતા તેમની પાસેથી સંપૂર્ણ બાહેદરી સાથે લગ્ન કરાવશે અને માતા પિતા પોતાના બાળકને દુઃખ પડે તેમ ક્યારેય નથી ઈચ્છતા તેમ સમજાવતા પીડિત મહિલાએ પણ હાશકારો લઈ માતા – પિતાની વાત માની પોતાની મરજીથી લગ્ન કરવા માગતા હોય આમ અસરકારક કાઉન્સિલિંગ દરમિયાન બંને પક્ષોનું સુખદ સમાધાન કરાવેલ છે.