રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા મતવિસ્તારના પ્રિસાઇડીંગ અને મહિલા પોલીગ ઓફિસરો માટે યોજાયા તાલીમ વર્ગ
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થીયરીની સાથો સાથ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું
નવાફલિયા આર્ટ કોલેજ ખાતે ચૂંટણીલક્ષી ફરજમાં જોડાયેલા કર્મયોગીઓ માટે તાલીમ વર્ગ યોજાયો
દાહોદ તા. ૨૮
દાહોદ જિલ્લામાં આગામી સાતમી મે 2024 ના રોજ યોજાના લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે પાર પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની વિવિધ કામગીરીઓ સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેમાં આજે ગરબાડા મત વિભાગના પ્રિસાઇડિંગ અને મહિલા પોલિંગ ઓફિસર્સ માટે નવા ફળિયા આર્ટ કોલેજ ખાતે તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર દ્વારા પ્રિ પોલ પોલ – ડે અને આફ્ટર પોલ એવીએમ વીવીપીએટી રીસીવિંગ દિસ્પેતિંગ તબક્કા વાર માહિતી આપવામાં આવી હતી જેમાં વાત કરે તો ગરબાડા વિધાનસભા વિસ્તારમાં 300 જેટલા બુથ આવેલા છે જેમાં મતદારોની સંખ્યા 2,97,489 છે આવનાર લોકસભાની ચૂંટણીમાં ૭ સખી મતદાન મથકો તેમજ એક વિકલાંગ અને એક મોડેલ બુથ ઉભો કરવામાં આવ્યું છે આ ચૂંટણીમાં ગરબાડા વિધાનસભા વિસ્તારમાં 2845 કર્મચારીઓ ફરજ બજાવશે તેમજ મહિલા પોલીસમાં 894 તેમજ પ્રિસાઇડિંગમાં 657 કર્મચારીઓ લોકસભાની ચૂંટણીમાં ગરબાડા વિધાનસભા વિસ્તારમાં ફરજ બજાવશે