બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકામાં અનિકેત બાળકો સાથે અનોખી રીતે સેવાભાવી યુવાનો દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી
ફતેપુરા તાલુકાના નાનીઢઢેલી, ભીતોડી,મોટાનટવા,ઘણીખુટ, હિંગલા,મારગાળા,હિંદોલીયા,
ભોજેલા જેવા ગામડાઓમાં અનાથ બાળકોને હોળીની કીટ વિતરણ કરવામાં આવી ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં 68 જેટલા બાળકો અનાથ છે
સુખસર,તા.24
ભારત દેશમાં તહેવારોનું ખૂબ જ મહત્વ છે.તેમાંય હોળી અને દિવાળીના તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાતા હોય છે. આ સમયે બધા પરિવાર સાથે એકબીજા સાથે ભેગા મળીને તહેવાર મનાવતા હોય છે. બહારગામ મજૂરી અર્થે ગયેલા ભાઈ-બહેનો પણ તહેવાર મનાવવા માટે માદરે વતને પોતાના માતા-પિતા,ભાઈ-બહેનો
સગા વહાલા સાથે મળીને તહેવાર ઉજવતા હોય છે.પરંતુ કેટલાક બાળકો અનાથ છે. માતા-પિતા વગરના હોય છે.તેઓ આવા તહેવારના સમયે ખૂબ જ દુઃખ અનુભવતા હોય છે. ત્યારે સુખસરની આજુ બાજુના ગામડાઓમાં લગભગ 68 જેટલા બાળકો અનાથ છે.આ બાળકો માટે છેલ્લા પાંચ વર્ષથી વર્ષમાં ત્રણ વાર હોળી,ઉત્તરાયણ અને દિવાળીના સમયે તેમના ઘરે જઈને ભીતોડી પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ કટારા ની આગેવાની હેઠળ સેવાભાવી યુવાનો દ્વારા ખબર અંતર પૂછવામાં આવે છે.તેમને પડતી મુશ્કેલીઓ જાણવામાં આવે છે.
અને અભ્યાસ કરતા બાળકોને અનાથ સહાય મળે છે કે કેમ?તેની માહિતી મેળવવામાં આવે છે.જેમાં થી 15 બાળકોએ અભ્યાસ છોડી દીધેલ છે અને 13 બાળકોને કોઈને કોઈ કારણોસર અનાથ સહાયનો લાભ મળતો નથી.આ માહિતી મેળવ્યા બાદ 13 બાળકો માટે તેઓને સહાય મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી અને 15 બાળકોએ અભ્યાસ છોડેલો છે.તેમને પણ અભ્યાસ ચાલુ કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.સાથે તેમને અભ્યાસ માટેની સામગ્રીની વ્યવસ્થા કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું.
બાળકોની મુલાકાત દરમિયાન બાળકોની જવાબદારી નિભાવતા દાદા-દાદી,કાકા,બાબા ખૂબ જ ભાવુક બન્યા હતા.આ રીતે નાની ઢઢેલી,ભીતોડી,મોટાનટવા,ઘાણીખૂટ,હિંગલા મારગાળા,હિન્દોલીયા ,ભોજેલા,અણીકા, જાંબુડી જેવા ગામોના અનાથ બાળકોને પોતાનો પરિવાર માની તેઓની મુલાકાત કરી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.સાથે આવા તમામ બાળકોને તહેવારના સમયે જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે,ખજૂર, તેલ,ગોળ,વેશાણ,સોજી જેવી વસ્તુઓની કીટ બનાવી વિતરણ કરવામાં આવ્યું હતુ.કીટ વિતરણ કાર્યમાં એફ.જે.ચરપોટ, લાલાભાઇ મહિડા,મડયાભાઇ મકવાણા, લલીતભાઈ પારગી એ બે દિવસના સમયનુ યોગદાન આપવામાં આવ્યું હતું.