
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયમાં પરીક્ષા આપતા કિશોરીને છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર માટે ખસેડાઇ
ફતેપુરા 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવારમાં ખસેડાતાં કિશોરીની હાલત સુધારા ઉપર
સુખસર,તા.20
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે હાલ ધોરણ 10 તથા12 બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.તેવી જ રીતે આજરોજ પરીક્ષા ચાલુ હતી તે દરમ્યાન ધોરણ 10 ની વિદ્યાર્થીનીને ચક્કર આવી છાતીમાં દુઃખાવો ઉપાડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ફતેપુરા સરકારી દવાખાનામાં ખસેડી સારવાર કરાતા કિશોરીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલયમાં હઠીલા જ્યોત્સનાબેન પારસીગભાઇ નાઓ ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા હતા.તે દરમ્યાન જ્યોત્સના બેનને ચક્કર આવી છાતીમાં દુઃખાવો ઉપાડતા તાત્કાલિક શાળા સ્ટાફ દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.ત્યારે પાયલોટ દિવ્યરાજસિંહ ચૌહાણ તથા ઇ.એમ.ટી મનિષાબેન કટારા નાઓ તાત્કાલિક શાળા ખાતે પહોંચી ગયા હતા.અને તાત્કાલિક જ્યોત્સના બેનને પ્રાથમિક સારવાર આપતા જઇ ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સમયસર સારવાર મળી જતા જ્યોત્સનાબેનની તબિયતમાં સુધારો થયો હોવાનું જાણવા મળે છે.