
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ દ્વારા ઇંગલિશ દારૂ સહિત રૂપિયા 60,240 નો મુદ્દા માલ ઝડપી બે બુટલેગરો સામે ગુનો દાખલ કરાયો
સુખસર પોલીસે ઇંગ્લિશ દારૂની બોટલ તથા બીયર ટીન નંગ 191 જેની કિંમત રૂપિયા 30,240 તથા મોટરસાયકલની કિંમત રૂપિયા 30,000 નો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો
સુખસર,તા.7
સુખસર પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો સામે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેમાં દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સહિત કતલખાના ઓને જીવંત રાખવા પશુઓની હેરાફેરી કરતા ઈસમો સામે તટસ્થ કાર્યવાહી કરવા ઝુંબેશ ચલાવાઇ રહી હોય તેમ જણાય છે. ત્યારે ગતરોજ સુખસર પોલીસે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બુટલેગરોનો ઇંગલિશ દારૂ ઝડપી બે ઇસમો વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ નાયબ પોલીસ મહાન નિરીક્ષક આરવી અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપ સિંહ ઝાલાના ઓએ જિલ્લામાં ચાલતી પ્રોહી જુગારની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા સારું બુટલેગરો તેમજ ગેરકાયદેસર દારૂના પરિવહન તથા સંગ્રહ કરતા ઈસમો ઉપર પરિણામ લક્ષી કામગીરી કરવા સુચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ ઝાલોદ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી રાઠવાના ઓના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ બુધવારના રોજ સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જી.બી ભરવાડ તથા પોલીસ સ્ટાફના માણસો ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી વાળી કાળા કલરની લાલ પટ્ટાવાળી સ્પેલેન્ડર મોટરસાયકલ નંબર-જીજે.20 એએલ-7529 નંબરની મોટરસાયકલ હિન્દોલીયા પાણીના ટાંકા પાસેથી પસાર થતાં પોલીસે આ મોટરસાયકલને આંતરી તપાસ કરતા મોટરસાયકલ ઉપર વહન કરાતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા ટીન બિયર મળી કુલ નંગ 191 જેની કિંમત રૂપિયા 30,240 તેમજ મોટરસાયકલ કિંમતની રૂપિયા 30,000 કુલ મળી 60,240 નો સુખસર પોલીસે મુદ્દા માલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળે છે
જ્યારે આ દારૂ વહન કરી રહેલા પર્વતભાઈ ઉર્ફે નાનો તેરસિંગભાઈ સંગાડા રહે.હિંદોલીયા,સાઠીયા ફળિયા તથા રાજેશ ઉર્ફે રાજુ તેરસિંગભાઈ વળવાઈ,રહે.આફવા મુવાડી ફળિયું,તા. ફતેપુરા,જી.દાહોદ નાઓની સામે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.