#DahodLive#
શીર્ષ નેતા લાંબા અંતરાલ બાદ દાહોદની ધરા પર આવતાં દાહોદ શહેર કૉંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ, સમર્થકોમાં, અનેરો ઉત્સાહ.
દાહોદ તા.૦૮
રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાના બીજાં દીવસે દાહોદ શહેરમાં આવ્યાં હતાં. પોતાના શીર્ષ નેતા લાંબા અંતરાલ બાદ દાહોદની ધરા પર આવતાં હોવાથી દાહોદ શહેર કૉંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસનાં કાર્યકર્તાઓ તેમજ સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે આ અગાઉ રાહુલ ગાંધી રાજસ્થાનના બાંસવાડાથી નીકળી ધાવડિયા ચેક પોસ્ટ થઈ મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આવ્યા હતા. જ્યાં ગૂજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ તેમજ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ગઢવી તેમજ ગોપાલ ઇટાલીયા સહિત આ પાર્ટી નેતાઓએ પણ તેમનું ઉમળકાંભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઝાલોદમાં સભા કરી મુવાડા ચોકડી સુધી રોડ શો થકી લોકોનું અભિવાદન ઝીલતા લીમડી ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે રાત વાસો કરવા પહોંચ્યા હતા.જ્યાં આદિવાસી સમાજના પૂજનીય ગુરુ ગોવિંદની સમાધી સ્થળ પર વિશેષ પૂજા અર્ચના કરી જોડે બેઠક યોજી હતી.ત્યારબાદ આજરોજ બીજા દિવસે દાહોદ શહેરના બસ સ્ટેશનથી બિરસા મુંડા ચોક સૂધી પદયાત્રા કરવાના હતાં.
સાથે સાથે સ્વામી વિવેકાનંદ ચોક ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દાહોદ જીલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા રાસ ગરબા, તેમજ દાહોદની આદીવાસી મહિલાઓ જોડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની સાથે કેક કાપવાનો પણ કાર્યક્રમ યોજાવાનો હતો. અત્યારે રાહુલ ગાંધીના યાદગાર બનાવવા પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા રાહુલ ગાંધી માટે ટોપરીમાં મામેરુ લઈને આવ્યા હતા. પરંતુ નિર્ધારિત સમય કરતા એક કલાક મોડા શરૂ થયેલા કાર્યક્રમના પગલે રાહુલ ગાંધીએ છેલ્લી ઘડીએ પદયાત્રા મોકૂફ રાખી ખુલ્લી જીપમાં રોડ સો શરૂ કર્યો હતો.અને વિવેકાનંદ સર્કલ ખાતેથી યોજવાના તમામ કાર્યક્રમોને બાકાત કરી રાહુલ ગાંધીએ પોતાનો રોડ શો ઉતાવળે પૂર્ણ કરી ત્યારબાદ લીમખેડા અને પીપલોદના નિર્ધારિત કાર્યક્રમ યોજવા માટે રવાના થયા હતા. અત્રે ઉલ્લેખની છે કે રાહુલ ગાંધીના રોડ શોમાં શહેરીજનો કરતા કોંગ્રેસના સમર્થકો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. અત્રે ઉલ્લેખની એ છે કે એવરેજ ભેગી થયેલી જનસંખ્યા શું આવનારા લોકસભાની ચૂંટણીમાં મતોમાં પરિવર્તિત થશે કે કેમ? એક મોટો સવાલ બની જવા પામેલ છે. પરંતુ હાલ તો ગુજરાતમાં કોંગ્રેસના ખરતા કાંગરા અને દાહોદમાં સંગઠનના અંદરોઅંદરના મતભેદ દુર કરી રમી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાહુલ ગાંધીએ ભારત જોડે ન્યાય યાત્રા થકી જિલ્લામાં વસતા કોંગ્રેસી સમર્થકો તેમજ ખાસ કરીને કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓમાં નવેસરથી જોમ ભરવાની કવાયતમાં જોતરાયેલા રહ્યા હોવાનું દેખાઈ આવ્યું હતું.
*દાહોદમાં રાહુલ ગાંધીએ સ્વામી વિવેકાનંદ તેમજ વન બિરસા મુંડાની ઘોર ઉપેક્ષા કરી.?*
રાહુલ ગાંધીએ દાહોદ શહેરના બસ સ્ટેશનથી બીરસા મુંડા ચોક સુઘી રોડ શો યોજ્યો હતો.જેમાં રાહુલ ગાંધીનો કારવો સ્વામી વિવેકાનંદ ચોકથી બીરસા મુંડા ચોક સુઘી પહોચ્યો હતો. ત્યારબાદ આ યાત્રા ગોધરા તરફ જવા રવાનાં થઇ હતી. પરંતુ દાહોદમાં રોડશો દરમિયાન રાહુલ ગાંધીએ સ્વામી વિવેકાનંદ તથા ભગવાન બિરસા મુંડાની ઘોર ઉપેક્ષા કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.રાહુલ ગાંધીએ 10 મિનિટ સુઘી સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે જીપમાં ઊભા રહી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પરંતુ તેઓએ આજની યુવાપેઢી માટે રોલ મોડલ ગણાતા સ્વામી વિવેકાનંદનુ માલ્યા અર્પણ કે નમન કરી આશીર્વાદ મેળવવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં તેઓનો કાફલો બિરસા મુંડા ચોકથી પસાર થયો હતો.પરન્તુ ત્યાં પણ આદિવાસી સમાજમાં ભગવાન તરીકે પૂજાતા બિરસા મુંડાને નમન કરી આશીર્વાદ મેળવવા અથવા માલ્યા અર્પણ કરવાનું ચૂકી જતાં રાહુલ ગાંધીથી મોટી ચૂક થઈ હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.જો કે કોંગ્રેસ અને ગાંધી પરિવાર આદિવાસી ના હિતોના રક્ષક અને ઉદ્ધારક હોવાની ગુલબાંગો પોકારે છે ત્યારે આદિવાસી માટે પૂજનીય તથા આસ્થાનું કેન્દ્ર એવા ભગવાન બિરસા મુંડા ને મલાજી તો ઠીક પણ નમન વંદન કરી દૂરથી એ આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પણ ઔચિત્ય દાખવ્યું ન હતું
ઉલ્લેખની છે કે રાહુલ ગાંધી તો બહારના છે. પરંતુ આવી મહત્વપૂર્ણ બાબતે ગુજરાત પ્રદેશ સમિતિ અથવા દાહોદના કોગી નેતાઓએ ધ્યાન કેમ ના દોર્યું તે પણ એક યક્ષ પ્રશ્ન બનવા પામેલ છે.
*રાહુલ ગાંધીએ રોડશો પૂર્ણ કરવાની ઉતાવળમાં સવારથી રાહ જોઈને બેઠેલા કાર્યકર્તાઓ તેમજ બહેનો પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું.*
લાંબા સમય બાદ દાહોદ ખાતે આવેલા રાહુલ ગાંધીને આવકારવા દાહોદ જિલ્લાની આદિવાસી મહિલાઓ તો ઠીક જામનગર સૌરાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં આહીર સમાજ સહિતની બહેનો તેમજ બાળકીઓ દાહોદ ખાતે આવી હતી. અને સ્વામી વિવેકાનંદ ચોક ખાતે રાહુલ ગાંધીની પદયાત્રાની સાથે વિવેકાનંદ ચોકમાં સ્ટેજ શેર કરવાની સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો સાથે રાસ ગરબા કરશે તેવી આશા સેવી હતી. જિલ્લા પગલે ઉપસ્થિત મહિલાઓએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને અનુલક્ષીને રાસ ગરબા યોજ્યા હતા. તો બીજી તરફ માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા રાહુલ ગાંધી માટે ટોપરીમાં મામેરું લઈને આવ્યા હતા. આમાં મેરુ રાહુલ ગાંધીને અર્પણ કરી તેમને નચાવાના હતા. સાથે સાથે મહિલા દિનની ઉજવણી ટાણે કેક કાપવાનું પણ નકકી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને ભવ્ય બનાવવા આદિવાસી સમાજની મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ બેનર સાથે રાહુલ ગાંધીની આતુરતાથી રાહ જોઈ રહી હતી. પરંતુ પહેલેથી જ મોડા ચાલી રહેલા રાહુલ ગાંધીએ આગળના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે દાહોદની પદયાત્રા રદ કરી ખુલ્લી ગાડીમાં રોડ સો યોજ્યો હતો. પરંતુ આ રોડ સો પણ કરવાની એટલી ઉતાવળ હતી કે વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા રાહુલ ગાંધીની આતુરતાથી રાહ જોઈ રહેલી મોટી સંખ્યામાં બહેનો તથા કોંગ્રેસના હોદ્દેદારો સાથે સ્ટેટ શેર કરવું રાસ ગરબા અથવા કેક કાપી મામેરુ સ્વીકારવાની જગ્યાએ દુર્લક્ષ્ય સેવ્યું હતુ.અને અટહાસ્ય સાથે આગળ નીકળી ગયા હતા. જેનાં પગલે બહેનોમાં અંદરો અંદરનો વસવસો નરી આંખે જોવાઈ રહ્યો હતો
*સ્વામી વિવેકાનંદ સર્કલ પર રાહુલ નું મોઢું વાકુ થયું*
રોડ સો દરમિયાન રાહુલ ગાંધીનો કારવો શહેરના સ્વામી વિવેકાનંદ ચોક ખાતે પહોંચ્યો હતો. જ્યાં પહેલેથી જ રાહુલ ગાંધીને આવકારવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ શહેર વાસીઓ ભેગા થયેલા હતા. આ સર્કલ ઉપર રાહુલ ગાંધી 10 મિનિટ સુધી રોકાયા હતા. એક તબક્કે રાહુલ ગાંધીને નુક્કડ સભા કરવા માઈક આપવામાં આવ્યું હતું. જે માઈક રાહુલ ગાંધીને બરોબર ન લાગતા મોઢું વકુ કરી તેઓએ કાર્યકર્તાઓ સામે માઈક ફેક્યો હતો. એટલું જ નહિ રાહુલ ગાંધીના બે શબ્દો સાંભળવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ભેગી થયેલી મહિલાઓને મીઠો આવકાર કે બે શબ્દો બોલવાની પણ દરકાર લીધી નહોતી.