Saturday, 27/07/2024
Dark Mode

પોલીસની કાર્યવાહી:ફતેપુરામાં નંબર વગરની કાળા કાંચવાળી ગાડીઓ સામે પોલીસની લાલ આંખ,

March 5, 2024
        545
પોલીસની કાર્યવાહી:ફતેપુરામાં નંબર વગરની કાળા કાંચવાળી ગાડીઓ સામે પોલીસની લાલ આંખ,

યાસીન ભાભોર :- ફતેપુરા 

પોલીસની કાર્યવાહી:ફતેપુરામાં નંબર વગરની કાળા કાંચવાળી ગાડીઓ સામે પોલીસની લાલ આંખ,

ફતેપુરા તા.૦૫

ફતેપુરા નગરમાં શંકાસ્પદ રીતે ચારે બાજુ કાળા કાચ લગાવીને તેમજ પાછળ અને આજુબાજુમાં કાળા કાચ લગાવીને તેમજ નંબર પ્લેટ વગર ફરતી ફોર વ્હીલર ગાડીઓ સામે લાલ આંખ કરતી ફતેપુરા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

દાહોદ જિલ્લામાં ફોર વ્હીલર ગાડીઓમાં કાળા કાચ લગાવીને ફરવાની જાણે ફેશન થઈ ગઈ હોય તેમ હવે તો ફોર વ્હીલર ગાડીઓની આજુબાજુના અને પાછળના કાચ સિવાય કેટલાક ફોર વ્હીલર ગાડીના માલિકો આગળનો મુખ્ય કાચ પણ કાળો કરાવીને ફરે છે ત્યારે કોઈ અપહરણ કે ગુનાહિત ઘટનાઓ બને ત્યારે આવી ગાડીઓમાં બેઠેલા ઈસમો ઓળખી શકાતા નથી. જેના પગલે આવા શંકાસ્પદ રીતે ચારેબાજુ કાળા કાચ લગાવીને તેમજ પાછળ અને આજુ બાજુ કાળા કાચ લગાવીને ફરતી ફોર વ્હીલર ગાડીઓ અને નંબર પ્લેટ વગર ફરતી ફોર વ્હીલર ગાડીઓને ઝડપી પાડવા માટે ઉપરી અધિકારીઓએ આપેલી સૂચના અને માર્ગદર્શનના આધારે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ જે.બી તડવી તેમજ ફતેપુરા પોલીસ સ્ટાફના માણસો આવા શંકાસ્પદ રીતે ચારે બાજુ કાળા કાચ લગાવીને તેમજ પાછળ અને આજુબાજુ કાળા કાચ વાળી ફોર વ્હીલર ગાડીઓ અને નંબર પ્લેટ વગર ફરતી ફોર વ્હીલર ગાડીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી તે દરમિયાન ગતરોજ 4 માર્ચ 2024 અને સોમવારના રોજ સાંજે ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં આવી શંકાસ્પદ ગાડીઓને શોધવા માટે નીકળ્યા હતા.તે વખતે ફતેપુરા બસ સ્ટેશન વિસ્તારમાં એક આવી જ શંકાસ્પદ રીતે ચારે બાજુ કાળા કાચ લગાવેલી અને આગળ પાછળ નંબર પ્લેટ વગરની ફોર વ્હીલર ગાડી મળી આવી હતી જેને ફતેપુરા પોલીસે ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે આ વેળાએ ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ જે.બી તડવીએ સખત શબ્દોમાં જણાવ્યું હતું કે હતું કે ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં આવી શંકાસ્પદ રીતે ચારે બાજુ કાળા કાચ લગાવીને તેમજ પાછળ અને આજુબાજુ કાળા કાચ લગાવીને અને આગળ પાછળ નંબર પ્લેટ વગર ફરતી કોઈપણ ફોર વ્હીલર ગાડી જોવા મળશે તો તેને ઝડપી લઈને કાયદેસરની અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!