
જીગ્નેશ બારીયા રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના ઉસરા તેમજ જેકોટની વચ્ચે અજાણી ટ્રેનની અડફેટે એક નું મોત : જીઆરપી પોલીસ તપાસમાં જોતરાઇ
દાહોદ તા.૧૯
દાહોદમાં આવેલ ઉસરા અને જેકોટ રેલ્વે સ્ટેશનની વચ્ચે કોઈ અજાણ્યો યુવક કોઈ ટ્રેનની અડફેટે આવી જતાં મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
આજરોદ દાહોદથી પસાર થઈ રહેલ ઉસરા અને જેકોટ રેલ્વે ટ્રેક પર આશરે ૨૫ વર્ષીય યુવક કોઈ અપડાઉન ટ્રેનની અડફેટે આવી જતાં અજાણ્યા યુવકને ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ સ્થાનીક રેલ્વે પોલીસ સહિત અધિકારીઓને થતાં તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં અને મૃતકની લાશનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો છે. દાહોદ રેલ્વે પોલીસ દ્વારા આ મામલે જરૂરી કાર્યવાહી કરી મૃતકના પરિવારજનોની શોધખોળ આરંભી છે.
—————-