રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં કાપડની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો:આધુનિક જમાનામાં તસ્કરો પ્રોફેશનલ બન્યા,
દાહોદમાં ચોરી કરવા તસ્કરો રાજસ્થાનથી ફોર વ્હીલ ગાડી ભાડેથી લાવ્યા,
ચોરી કરીને ભાગતા તસ્કરોને CCTV કેમેરામાં કેદ થતા પોલિસે પકડ્યા, કુલ 11 ચોરીનો ભેદ ઉકેલાયો..
દાહોદ તા.૨૯
આજના આધુનિક જમાનામાં તસ્કરો પણ હવે પ્રોફેશનલ બન્યા છે કારણ કે પહેલાના જમાનામાં ચોરીની ઘટનાને અંજામ આપવા આવતા તસ્કરો રાત્રીના અંધારામાં લપાતા છુપાતા ચોરી કરી ભાગી છૂટવામાં સફળ રહેતા હતા પરંતુ બદલાતા સમયના વેણમાં તસ્કરો પણ હવે પ્રોફેશનલ થઈ ગયા છે જયારે કોઈ ધંધો રોજગાર કરવા આવતા હોય તેવી રીતે પરપ્રાંતમાંથી ફોર વહીલર ભાડે કરી દાહોદ આવી ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી છૂટયા હતા. જોકે આ બનાવમાં પોલિસે તીસરી આંખની મદદથી બે તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે.
દાહોદ શહેરમાં થોડા દિવસો અગાઉ બે કાપડની દુકાનમાં થયેલી ચોરીમાં દાહોદ પોલીસે હ્યુમન તેમજ ટેક્નિકલ સોર્સની મદદથી ચોરીની ઘટનાને અંજામ આપનાર ચાર પૈકી બે તસ્કરોને રાજસ્થાનના બાસવાડા ખાતેથી ઝડપી તેઓની ઘનિષ્ટ પૂછપરછ કરતા ચોકાવનારા ખુલાસાઓ સાથે બન્ને તસ્કરોએ દાહોદ ઉપરાંત મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં જુદા જુદા વિસ્તારોમાંથી વધુ નવ જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી ઉપરોક્ત બન્ને તસ્કરો શાંતિલાલ ગોપાલ મહિડા રહેવાસી બડવી નીચલા ઘન્ટાલાં બાસવાડા રાજસ્થાન તથા પ્રવીણ ઉર્ફે ગુડ્ડુ તોલીયા મેડા પીપળવા પોસ્ટ સેવના બંનેએ ભેગા મળી દાહોદ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે જેમાં શાંતિલાલ મેડાએ બાસવાડા જિલ્લામાં ભગુડા સુરત પોલ સહીત પાંચ સ્થળે તેમજ મધ્યપ્રદેશના રતલામમાં બે મળી કુલ સાત ચોરીઓની ઘટનાને અંજામ આપ્યો હતો જયારે પ્રવીણ મેડા એ રાજસ્થાનના અજમેર તથા સદર પોલીસ સ્ટેશનમાં બે ચોરીઓને અંજામ આપી હોવાનો ખુલાસો થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલો પ્રવીણ પોતે ચોકીદારી કરતો હતો અને થોડાક દિવસો અગાઉ દાહોદ શહેરના સેફી હોસ્પિટલમાં સારવાર લેવા આવેલા દર્દી સાથે દાહોદ ખાતે આવ્યો હતો જ્યાં ગુલશન ગારમેન્ટ વાળી ગલીમાં આવેલી બન્ને કપડાની દુકાનોમાં રેકી કરી હતી અને કેવી રીતે ચોરી કરવી કેવી રીતે ચોરીની ઘટનાને અંજામ આપવું અને કેવી રીતે ભાગવું તેવી યોજના બનાવી લીધી હતી ત્યારબાદ તેનો અન્ય સાથી શાંતિલાલ તેમજ એક જોડીદાર સાથે બાસવાડાથી ભાડા પર બોલેરો ગાડી દાહોદ આવ્યા હતા અને રેકી કરેલી કાપડની દુકાનમાં ચોરીની ઘટનામાં અંજામ આપી રાતના અંધારામાં પ્લાયન થઈ ગયા હતા પરંતુ તે ભુલી ગયા હતા કે ભલે દાહોદ પોલીસ ત્યાં પેટ્રોલિંગમાં હાજર નહોતી પરંતુ પોલીસની તીસરી આંખ તેઓને આવતા અને જતા આ તસ્કરોને સીસીટીવી કેમેરાએ કેદ કરી લીધા હતા ઘટના બન્યા બાદ પોલીસે ઉપરોક્ત તસ્કરોનું પગેરું શોધી તેમને દાહોદ પોલીસે ઝડપી જેલ ભેગા કરી દીધા છે પરંતુ આ વિડિઓના માધ્યમથી શહેરવાસીઓને જાગૃત કરવા છે કે દાહોદ શહેરમાં ખાસ કરીને રાત્રીના સમયે કોઈ અજાણ્યો વ્યક્તિ અમારા વિસ્તારમાં રખડતો જોવાયતો બની શકે કે આવીજ કોઈ ઘટનાને અંજામ આપવાની યોજના પર કામ કરી રહ્યો તો તરતજ એક જાગૃત નાગરિક તરીકે આવા અપરિચિત વ્યક્તિની જાણ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કરી પોતાની ફરજ અદા કરો જેના પગલે આવી ઘરફોડ ચોરીઓ ચોક્કસથી અટકશે.