
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી પોલીસ મથકે મહિલા સહિત પ ઈસમોએ જમીન પચાવી પાડતા ગુનો નોંધાયો.
સંજેલી ટીશાના મુવાડામાં ખોટા સાક્ષી ઊભા કરી ખોટા દસ્તાવેજ બનાવતા ફરિયાદ.
સંજેલી તા.24
સંજેલી નગરમાં મહિલા સહિત પાંચ ઈસમોએ એકબીજાની મદદગારી કરી પૂર્વ આયોજિત કાવતરું રચી એક મહિલાની વડીલો પાર્જિત જમીનમાં ખોટા દસ્તાવેજો બનાવી સાચા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરી જમીન પચાવી પાડતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામી હતી.
સંજેલી તાલુકાના ટીશાના મુવાડા ની ભૂરીબેન કચરાભાઈ જળીયાભાઈ વહુનીયા સર્વે નંબર 32વાળી જમીનમાં ભાભી ચોકલીબેન વિરસીંગભાઈ સાગડાપાડા ગામના મોતીભાઈ હિંગાભાઈ બારીયાને 5 વર્ષ અગાઉ 82 ગુંઠા જેટલી જમીન જમીનના માલિક ભૂરીબેન વસુનિયાને બદલે કાંતાબેન | સોમાભાઈ વહુનીયાને ભુરીબેન તરીકે માલિક બનાવી સાક્ષી તરીકે પતિ સોમા ખેમા વહુનિયા અને વેચાણ રાખનારના સાક્ષી રતનસિંહ સોમા બારીયાએ એકબીજા સાથે મેળાપીપળા કરી અને લાખો રૂપિયાની જમીનનો 82 ગુંઠાનો દસ્તાવેજ નકલમાં પોતાની પ્રોપર્ટી બનાવી દીધી હતી. જેની જાણ ભૂરીબેનના પુત્ર પર્વતને થતા સંજેલી રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતા તેની માતાના નામે ચાલતી જમીનનો કાંતાબેન સોમાભાઈ વહુનીયાનો ભુરીબેન તરીકેનો ઉપયોગ કરી અને દસ્તાવેજ કરી જમીન પર કબજો કરી અને નકલમાં નામ દાખલ કરાવી દીધુ હતું . બનાવ સંદર્ભે ભુરીબેન વહુનિયાએ સાગડાપાડાના જમીન ખરીદનાર મોતી બારીયા તેના પુત્ર સાક્ષી રતનસિંહ બારીયા. ભાભી ચોકલિબેન વસુનીયા અને કાંતાબેન વસુનીયા અને પતિ સોમાભાઈ વસુનીયા વિરુદ્ધ સંજેલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.