
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
આદિવાસીઓ દ્વારા નકલી પ્રમાણપત્રોને લઇ સંજેલી મામલતદારને આવેદન.
નકલી પ્રમાણપત્રો મેળવી નોકરી મેળવનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ.
નકલી સર્ટી, દાખલા મેળવી નોકરી મેળવનાર લોકોની સામે કાયદેસરની તપાસ ક્યારે થશે?
સંજેલી તા.૨૪
દાહોદ જિલ્લામાં નકલી કચેરીયો બાદ જ્યાં જુએ ત્યાં નકલીની બોલબાલા ચાલી રહી છે તેવામાં સંજેલીમાં પણ આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્ર સર્ટી,દાખલાઓ,સંસ્થાઓ ચલાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે આદિવાસી સમાજ દ્વારા સંજેલી મામલતદારને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી. સંજેલી તાલુકાના આદિવાસી સંઘ દ્વારા અવારનવાર સંજેલી આદિવાસીઓ સાથે થતા અન્યાય ને રોકવા માટે રજૂઆતો કરવામાં આવતી હોય છે ત્યારે આદિવાસીઓના નામે નકલી સર્ટી મેળવી નોકરી મેળવતા લોકોની સામે યોગ્ય તપાસ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. સંજેલી તાલુકા સહીત દાહોદ જિલ્લામાં અનેક લોકો આદિવાસી હોવાના જાતિના ખોટા પ્રમાણપત્ર મેળવી સરકારી નોકરીમાં ભરતી થઈને હાલ નોકરી કરી રહ્યા છે તંત્ર દ્વારા આવા ખોટા લોકોને અને નકલી સર્ટી મેળવીને નોકરી કરનારને શોધીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સંજેલી તાલુકામાં આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્ર,સર્ટી,દાખલાઓ મેળવી નોકરીઓ મંડળો દ્વારા આદિવાસીઓને નામે અંધેર વહીવટ ચાલી રહ્યો છે જેમાં સરકારી અર્ધ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ આદિવાસી ના નામે મેળવી પોતાના અંગત રોટલા શેકતા હોય છે આવા મંડળો કે આદિવાસીના નેતા ઉપર સમાજને વિશ્વાસ રહ્યો નથી અને આવા ખોટા પ્રમાણપત્રો,સર્ટી,દાખલાઓ બનાવી દસ્તાવેજો ના આધારે ખોટી રીતે આદિવાસી બની બેઠેલા અને જવાબદાર અધિકારી દ્વારા ખોટા પ્રમાણપત્ર મેળવી આદિવાસીના જગ્યા તેમજ આ બનાવટી સહીવાળા આદિવાસી સામે કડકમાં કડક પગલા લેવા માંગ કરવામાં આવી.જો આ ઉચ્ચકક્ષાએ નકલી કચેરીની તપાસની જેમ કાયદેસરની તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે પરિણામ મળી શકે તેવી પણ સંજેલી માં ચારે કોર ચર્ચાએ જોર પકડ્યું.