Tuesday, 30/11/2021
Dark Mode

દાહોદ તાલુકાના બોરડી ગામના બોરડી ઈનામી ગામે 3 વર્ષથી ઝોપડીમાં બાંધીને રાખેલી મંદબુદ્ધિ મહિલાને સખી વન સ્ટોપની ટીમે મુક્ત કરાવી 

October 16, 2021
        2573
દાહોદ તાલુકાના બોરડી ગામના બોરડી ઈનામી ગામે 3 વર્ષથી ઝોપડીમાં બાંધીને રાખેલી મંદબુદ્ધિ મહિલાને સખી વન સ્ટોપની ટીમે મુક્ત કરાવી 

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ તાલુકાના બોરડી ગામના બોરડી ઈનામી ગામે 3 વર્ષથી ઝોપડીમાં બાંધીને રાખેલી મંદબુદ્ધિ મહિલાને સખી વન સ્ટોપની ટીમે મુક્ત કરાવી

દાહોદ તા.૧૬

દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામે છેલ્લા ત્રણ વર્ષથી એક ૩૦ વર્ષીય મંદબુધ્ધિ યુવતીને બાંધી રખાતા આ અંગેની જાણ સખી વન સ્ટોપ, સુરભી સેવા અને અભિષેક ગૌશાળાએ સ્થાનીક પોલીસને સાથે રાખી યુવતીનું રેશ્ક્યું કરી મહિલા આશ્રમ ખાતે માકેલી આપવામાં આવી છે જ્યારે દાહોદ શહેરમાંથી પણ એક આવી જ મંદબુધ્ધિની મહિલાને પણ આ ટીમ દ્વારા રેશ્ક્યું કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામે એક ૩૦ વર્ષીય મંદબુધ્ધિની મહિલાને છેલ્લા ૦૩ વર્ષથી ખેતરના એક ઢાળીયામાં સાંકળ વડે બાંધી રાખવામાં આવી હતી. આ અંગેની જાણ સખી વન સ્ટોપ, સુરભી સેવા અને અભિષેક ગૌશાળાને થતાં તેઓ કતવારા પોલીસને સાથે રાખી સ્થળ પર પહોંચ્યાં હતાં અને જ્યાં મહિલાનું રેશ્ક્યું કર્યું હતું. મહિલા નગ્ન હાલતમાં હોવાથી તેને નવા કપડા પહેરાવવામાં આવ્યાં હતાં ત્યાર બાદ તેને પાણી પણ પીવડાવ્યું હતું અને તેને સમજાવી ટીમ દ્વારા મહિલા આશ્રમ ખાતે લઈ જવામાં આવી હતી ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવીજ એક મંદબુધ્ધિની મહિલા દાહોદ શહેર અને ખાસ કરીને ગોદી રોડ વિસ્તારમાં ફરતી હોવાનું ટીમને જાણવા મળતાં ટીમ કતવારાથી સીધી દાહોદ આવી પહોંચી હતી અને ગોદીરોડ ખાતેથી પણ એક મંદબુધ્ધિની મહિલાનું રેશ્ક્યું કરી તેને પણ મહિલા આશ્રમ ખાતે મોકલી દેવામાં આવી હતી.

———————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!