Saturday, 20/04/2024
Dark Mode

સિંગવડ તાલુકા રાષ્ટ્રીય સ્વયં સેવા સંઘ દ્વારા કેસરપુર થી સિંગવડના મુખ્ય માર્ગ સુધી શસ્ત્ર પૂજન યાત્રા નીકળી

October 15, 2021
        976
સિંગવડ તાલુકા રાષ્ટ્રીય સ્વયં સેવા સંઘ દ્વારા કેસરપુર થી સિંગવડના મુખ્ય માર્ગ સુધી શસ્ત્ર પૂજન યાત્રા નીકળી

કલ્પેશ શાહ :- સીંગવડ       

સિંગવડ તાલુકા રાષ્ટ્રીય સ્વયં સેવા સંઘ દ્વારા કેસરપુર થી સિંગવડના મુખ્ય માર્ગ સુધી શસ્ત્ર પૂજન યાત્રા નીકાળવામાં આવી                     

સીંગવડ તા.15

સિંગવડ તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમીના દિવસે કેસરપુર મુખ્ય માર્ગમાં કેસરપુર મા મહંત ગુરુપ્રસાદ નો ભૌધીક પ્રવચન કર્યા બાદ કેસરપુર મા શસ્ત્ર પૂજા ત્યારબાદ છાપરવડ 2 છાપરવડ 1 પીપળીયા પિસોઈ સીંગવડ 2 પીપળા ફળિયા તથા ભમરેચી માતા ના મંદિરે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જેમાં રસ્તામાં આવતા ગામોમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ  દ્વારા દર વર્ષે આ શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે તેને અનુરૂપ આ વિજયાદશમી પર કેસર પુર થી 12:00 કલાકે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો તેમાં સિંગવડ બજારમાં થઈને ભમરેચી માતા ના મંદિર ના પટાંગણમાં સમાપન કરવામાં આવ્યું હતું તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક કાંતિલાલ સેલોત દ્વારા પ્રસ્તાવના મૂકવામાં આવ્યું તેમાં પ્રાંત ધર્મ જાગરણ સંયોજક ધર્મેશભાઈ મહેતા દ્વારા આ કાર્યક્રમ અનુરૂપ ચર્ચા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું જ્યારે સિંગવડ તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના બધા જ કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમ માં ભાગ લેવામાં આવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!