રાજેશ વસાવે :- દાહોદ
બાકી નીકળતા વેરા ન ભરનાર મિલ્કતદારો સામે કાર્યવાહી કરવાનો સિલસિલો યથાવત.
દાહોદ નગરપાલિકાએ ધી. દાહોદ પીપલ્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સીલ મારી..
પાલિકાના બાકી નીકળતી નવ લાખની રકમ ભરવામાં ગલ્લા તલ્લા કરનાર બેંક ને સીલ મરાઈ…
દાહોદ તા.12
દાહોદ નગરપાલિકાએ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલી ધી .પીપલ્સ ક્રેડિટ સોસાયટી નામક બેંકનુ લાંબા સમયથી બાકી નીકળતો વેરો ન ભરપાઈ કરતા તંત્ર એ આજે બેંકને સીલ મારી હોવાનું જાણવા મળ્યું છે.
દાહોદ નગરપાલિકા છેલ્લા કેટલાય દિવસથી શહેરમાં લાંબા સમયથી મિલકદારો દ્વારા બાકી નીકળતા ટેક્સની ભરપાઈ કરવામાં ગલ્લા તલ્લા કરતા નગરપાલિકા દ્વારા બાકી નીકળતા વેરાની વારંવાર સૂચના અને ટકોર કર્યા બાદ પણ મિલકતદારો દ્વારા વેરાની ભરપાઈ ન કરતા પાલિકાતંત્ર દ્વારા આખરે લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરવાનો સિલસિલો શરૂ કર્યો હતો જે આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. દાહોદ નગરપાલિકાએ આજરોજ શહેરના ગોદીરોડ વિસ્તારમાં આવેલી ધિ. પીપલ્સ ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લિમિટેડનું નવ લાખ રૂપિયા જેટલું બાકી નીકળતો વેરો આજ દિન સુધી ભરપાઈ ન કરતા પાલિકાની ટીમે આજરોજ ઉપરોક્ત ક્રેડિટ સોસાયટી બેંકને સિલ મારી દીધી હતી.
તો સાથે સાથે આજરોજ બાકી નીકળતા વેરા ન ભરનાર એક મિલ્કતદારોની મિલકત સિલ કરવા ગયેલી પાલિકા તંત્રે સ્થળ પર જ અંદાજે 1.5 લાખ જેટલી વેરાની વસુલાત સ્થળ પર જ કરતા કેટલીક મિલકતો આજે સીલ મારવાથી બચી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્ર દ્વારા આ અગાઉ પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં મિલકતો સીલ મારવાનો સિલસિલો યથાવત્ રાખ્યો છે જેટલા પગલે પાલિકાના સ્વભંડોળમાં લાખ રૂપિયા ની રકમ જમા થઈ છે તો બીજી તરફ જે લોકોએ આજ દિન સુધી કે નીકળતો વીરો ન ભર્યો હોય તે લોકો પણ હવે સીલ મારવાની બીકે વેરો ભરવા માટે નગરપાલિકા ખાતે લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.