ચાર્જશીટમાં ૭ બૅન્કોના ૨૦૦ જેટલા સ્ટેટમેન્ટ સામેલ..
દાહોદ નકલી કચેરી કૌંભાંડની ૩૪૩૪ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી
પુરાવા એકઠા કરવા પોલીસે ત્રણ મહિના પરસેવો પાડયો..
દાહોદ તા.11
નકલી કચેરી કીભાંડમાં અત્યાર સુધી ૧૩ આરોપીઓની ધરપકડ કરી દેવામા આવી છે જ્યારે બે આરોપીઓ વોન્ટેડ છે.આ કૌભાંડમાં પોલીસ હરિયાદ નોંધાયાના ત્રણ માસ પછી પોલીસે દાહોદની અદાલતમાં ૩૪૩૪ પાનાની દળદાર ચાર્જશીટ દાખલ કરી હોવાનુ જાણવા મળ્યું છે.હવે આ કેસની કાનૂની જંગ કાયદેસર રીતે શરુ बशे.
છોટાઉદેપુરમા નકલી કચેરી કૌભાંડનો પર્દાક્ષશ થયો હતો.તેની પાથમિક તપાસ શરુ થતાની સાથે જ આ કૌભાંડનો રેલો દાહોદ સુધી પહોંચતા જિલ્લાના સરકારી તેમજ રાજકીય આલમમા ભૂકંપ આવ્યો હતો.કારણ કે છોટાઉદેપુરના જ ભેજાબાજોએ દાહોદ જિલ્લામાં એક બે નહી પરંતુ એક સાથે ૬ સિંચાઈ વિભાગની મકલી કચેરીઓ ખોલીને જે તે સમયે ૧૦૦ કામો મંજૂર કરાવી ૧૮.૫૯ કરોડનું કૌભાંડ આચયું હોવાનો ભંડાલેડ થયો હતો. જેની પોલીસ ફરિયાદ ૧૦-૧૧-૨૦૨૩ના રોજ નોંધાવાઈ હતી.નકલી કચેરીના નકલી બાબુઓએ અસલી કચેરીઓના અસલી બાબુઓ સાથે મળીને રોકડી કરી લેવાની એક પછી એક કડીઓ મળતા પોલીસે ધરપકડનો દોર શરુ કર્યો હતો.જેમાં ૭ સરકારી બાબુઓ કે જેમાં પૂર્વ આઈએએસ ઓફ્સિર અને તત્કાલીન પ્રાયોજના વહીવટદાર તેમજ નાની સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરનો સમાવેશ થાય છે.તેવી જ રીતે નકલી કચેરીઓના માસ્ટર માઈન્ડ સહિત અડધો ડઝન મળતિયાઓ પણ જેલની હવા ખાઈ રહ્યા છે.સૌથી પહેલી ધરપકડ નકલી ઈજનેર બનીને ખેલ પાડનાર સંદીપ રાજપૂતની થઈ હતી.પોલીસે જે તે સમયે ૧૩૦ જેટલા બેન્ક એકાઉન્ટની તપાસ હાથ ધરી હતી અને તેમાંથી ૭૦ જેટલા બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને લેવડ દેવડની તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ભેજાબાજોએ ૬ નકલી કચેરીઓના ૭ જુદી જુદી બેન્કોમાં ખાતા ખોલાવ્યા હતા અને તેના મારફતે સરકારના કરોડો ચ્યાંઉ કરવાનો કારસો રચ્યો હતો.આવા વિવિધ બેન્ક એકાઉન્ટના ૨૦૦ જેટલા સ્ટેટમેન્ટ સહિત અન્ય દસ્તાવેજી પુરાવા તેમજ અન્ય જવાબો મળી કુલ ૩૪૩૪ પાનાની ચાર્જશીટ દાહોદ પોલીસ દ્રારા કોર્ટમા દાખલ કરવામા આવી છે.હવે કોર્ટ કેસને બોર્ડ પર લાવશે ત્યારે સરકારી વકીલો અને આરોપીના વકીલો વચ્ચે દલીલો શરુ થશે.
આરોપીઓની યાદી
સરકારી બાબુઓ….
બી.ડી.નિનામા
વિશ્વદીપસિંહ ગોહિલ(વોન્ટેડ)
ઈશ્વર કોલચા
મયુર પરમાર
પ્રદીપ મોરી
ગીરીશ પટેલ
સતિષ પટેલ
પુખરાજ રોઝ
ભેજાબાજો….
* અબુબકર સૈયદ
* સંદીપ રાજપૂત
• અંકિત સુથાર
* એઝાઝ સૈયદ
* ડો સેફઅલી સૈયદ
* નરોત્તમ પરમાર
* વસીમુદદ્દીન સૈયદ(વોન્ટેડ)
ચાર્જસિટ ભલે મુકાઈ પરંતું તપાસ હજી ચાલું છે.
દાહોદ પોલીસે ત્રણ મહિનાની તપાસના અંતે ૩ હજાર કરતા વધારે પાનાની ચાર્જશીટ કોર્ટમા દાખલ કરી દીધી છે.જો કે એવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે કે તપાસ પૂર્ણ કરવામા આવી નથી અને તપાસ આગળ ચાલુ જ રહેશે. જેથી કોઈ એમ મનમા મલકાતુ હોય કે ચાર્જશીટ થઈ ગઈ છે ને આપણે બચી ગયા તો એ ભુલ ભરેલુ પણ હોઈ શકે છે.
નકલી કચેરી કૌભાંડનું કદ વધીને ૨૫ કરોડ થયુ!
દાહોદ જિલ્લામાં ૬ નકલી કચેરીઓ ખોલીને જે તે સમયે ૧૦૦જેટલા કામો મંજૂર કરાવ્યા હતા.તેના પેટે ૧૮.૫૯ કરોડ રુપિયાની સરકારી ગ્રાન્ટ મંજૂર કરાવી બોગસ કચેરીઓના ખાતામા જમા કરાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. ત્રણ મહિનામા પોલીસે જે તપાસ કરી તેમાં ભેજાબાજોએ ૧૦૦ નહીં પરંતુ ૧૨૧ કામો મંજૂર કરાવ્યા હતા,અને તેના પેટે રુ.૨૫,૬૬,૭૭,૬૫૧ રુની સરકારી ગ્રાન્ટ લઈ લીધી હોવાનો પર્દાફાશ થયો છે.