રાહુલ ગારી :- ગરબાડા
ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી જેસાવાડા પોલીસના હાથે ઝડપાયો .
ગરબાડા તા. ૧૧
ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તેમજ જેસાવાડા સર્વેલન્સ સ્કોડના માણસો સિરાજ અબ્દુલ્લા શેખ, રમિઝખાન નારૂદ્દીનખાન ,રાહુલ કુમાર નવલસિંહ ,ચિરાગભાઈ મોહનભાઈ તેમજ કાંતિભાઈ દિપસિંગભાઈ જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગ હતા તે દરમિયાન જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘર ફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો કિશનભાઇ નગજીભાઈ ભાભોર તેના ઘરે છરછોડા ખાતે હોવાની બાતમી મળી હતી જેમાં જેસાવાડા પોલીસે કોમ્બિગ ઓપરેશન કરી આરોપી તેના ઘરેથી ઝડપી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી