મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તેમજ નેનકી ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો.
સંજેલી પોલીસે ૫ તસ્કરોને ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી કોર્ટમાં રજૂ કરતા પ દિવસના રિમાન્ડ મળ્યા…
પોલીસ દ્વારા ચોરીની ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરાઈ
ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોરોને દબોચી લેવામાં સફળતા.
સંજેલી તા.૧૦
સંજેલી નગરમાં સોસાયટીમાં તેમજ કરિયાણાની દુકાનમાં રાત્રિના અંધારાનો લાભ લઈ અને બંધ મકાનમાં નિશાન બનાવી સોના ચાંદી અને રોકડની ચોરી કરી તેમ જ નેનકી ગામે મકાનનું તાળું તોડી ચોરી કરનાર ટોળકીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસમાં રિમાન્ડ મેળવ્યા.
સંજેલી તાલુકામાં ગ્રામ પંચાયત પાસે તેમજ જીવનદીપ સોસાયટી સાત મકાન અને દુકાનમાં રાત્રિના સમયે અંદરના તકનો લાભ લઈ અને ચટ્ટી બન્યાનધારી લૂંટારાઓએ તાળા તોડી અને સોના ચાંદી તેમજ રોકડ રકમની ઉઠા તરી કરી પલાયન થઈ ગયા હતા. ભર બજારમાં જ બનાવ બનતા નગરમાં હાહાકાર મચી ગયો હતો અને લોકોમાં પોલીસ પેટ્રોલિંગ વિશે સવાલો ઉઠવા પામ્યા હતા. તેમજ એકલ દુકલ મકાનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. એક વર્ષ અગાઉ નેનકી ગામે પણ બંધ મકાનમાંથી સોના ચાંદી અને રોકડ રકમ મળી 95 હજારની ઉઠા તરી થઈ હતી. આ ગુનામાં સામેલ ચોર ટોળકીના આરોપી ઓને એલસીબી પોલીસે ઝડપી પાડતા. કાળુ ઉર્ફે કાળીયો પારર્સિંગ ભીલવાડ રહેવાસી કણજર ધાનપુર, શંકરભાઈ મલસીંગભાઇ દહમાં કાલીયાવાડ, કાળુ ઉર્ફે કાળીયો જોરસિંગ રાઠોડ કાળીયાવાડ, પરશુ ભિલા ભીલવાડ કણજર, પ્રતીક ઉર્ફે પરથીભાઇ કલાભાઈ ભીલવાડ કણજર, પાસે આરોપીઓને સંજેલી પોલીસ ટ્રાન્સફર વોરંટી સંજેલી ખાતે લાવી અને પૂછપરછ માટે સંજેલી કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.