સિંગવડના સરજુમીમા પીએસઆઇની આગેવાનીમાં રાત્રી ગ્રામસભા યોજાઈ
સીંગવડ તા. ૧૦
સિંગવડ તાલુકાના રણધીપુર પોલીસ સ્ટેશન પીએસઆઇ જી બી રાઠવા તથા આઉટ પોસ્ટ જમાદાર દ્વારા 9 2 2024 ના રોજ સરજુમી પ્રાથમિક શાળા ખાતે રાત્રી સભા યોજાઇ જેમાં સરજુમી ગામના આગેવાનો તથા ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો દ્વારા રણધીપુર પીએસઆઇ નું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે સરકાર દ્વારા વ્યસન મુક્ત ટ્રાફિકની લગતી સમસ્યા તથા સાયબર ક્રાઈમમાં બનતા બનાવો વિશે વિસ્તૃત માહિતી આપીને ગ્રામજનોને સમજાવવામાં આવ્યા હતા જ્યારે વ્યસન મુક્તિમાં બીડી સિગારેટ વિમલ તમાકુ વગેરે ખાવાથી કેન્સરનો ભોગ બનતા હોય છે જેના લીધે આ કેન્સરથી લોકો પીડાતા હોય છે માટે લોકોએ તમાકુથી દૂર રહેવું જોઈએ જ્યારે ટ્રાફિકમાં જે માણસો ગાડીઓ લઈને બજારમાં આવે તો તેમની ગાડીઓ સાઈડમાં મૂકે તથા રસ્તે ચાલતા પણ ધ્યાનથી ચલાવીને કોઈપણ જાતના એક્સિડન્ટ ન થાય તેવી કાળજી લેવા આવે જ્યારે સાઇબર ક્રાઇમની બાબત સાયબર ક્રાઇમમાં ઘણા લોકોના મોબાઈલો હેક થતા હોય છે અને મોબાઈલ મા લોકોને કોઈપણ જાતના ખોટા મેસેજ કરીને તથા તેમના મોબાઈલ ને હેક કરીને તેમના પાસેથી રૂપિયા ખંખેરવામાં આવતા હોય છે તેના લીધે લોકો દ્વારા સાયબર ક્રાઇમમાં ફસાઈ જતા હોય છે જેના લીધે આવું થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તથા સાઈબર ક્રાઇમનો 1930 નંબર પર પણ જાણ કરવામાં આવે જેથી કરીને લોકો આનાથી બચી શકે તેમ છે જ્યારે આ બધી માહિતી વિસ્તૃત જાણકારી રણધીપુર પોલીસ દ્વારા આપવામાં આવી હતી.