સિંગવડમાં બીજેપી દ્વારા ચલો અભિયાન અંતર્ગત કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો..
સિંગવડ તાલુકા ભાજપા સિંગવડ મંડળ દ્વારા ગાવ ચલો અભિયાનના કીટ વિતરણ કરવામાં આવ્યા હતા.
સીંગવડ તા. ૧૦
સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટીની ઓફિસ ખાતે ભારતીય જનતા પાર્ટી સિંગવડ મંડળના હોદ્દેદારો દ્વારા ગાવ ચલો અભિયાન ના કીટોનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સિંગવડ મંડળ દ્વારા કીટ સિંગવડ તાલુકા પંચાયતના સદસ્યો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ને કીટ આપીને સૌ કાર્યકર્તા ગામડે ફરી પોતાના મત વિસ્તારના લોકોને ગાવ ચલો અભિયાન મા પત્રિકાઓ આપીને લોકોને સરકાર માંથી આપતા કામોની જાણકારી આપવામાં આવે તથા કોઈપણ ધાર્મિક સ્થળ બુથ લેવલ કે પછી જુના કાર્યકર્તા હોય તેમના સાથે મળીને ચર્ચા વિચારણા કરવામા આવે તેમ છે.