બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા વિધાનસભામાં પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ હાજરીમાં સુખસર કૃષિ શાળા ખાતે આવાસ યોજનાનું ઇ-લોકાર્પણ કરાયું
ગુજરાત સમગ્ર દેશનું મોડેલ બન્યું છે.જેનું શ્રેય દેશના પ્રધાનમંત્રીને ફાળે જાય છે:ધારાસભ્ય રમેશભાઈ કટારા
ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા તથા કાચા આવાસ ધરાવતા કુટુંબોને આર્થિક સહાય આપવાનો હેતુ છે: પ્રમુખ શંકરભાઈ અમલીયાર
સુખસર,તા.10
આજરોજ દાહોદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)સહિત આંબેડકર આવાસ યોજના અને પંડિત દિન દયાળ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાત મુહર્તના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેવી જ રીતે ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના સુખસર કૃષિ શાળા ખાતે ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાતના મંત્ર સાથે આવાસ યોજના ના ઇલોકાર્પણનો ઐતિહાસિક કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર સહિત ફતેપુરા અને સંજેલીના તાલુકા પંચાયત પ્રમુખો, જિલ્લા સભ્યો,તાલુકા સભ્યો,સરપંચો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપુરા વિધાનસભા વિસ્તારના સુખસર ખાતે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમ યોજાયો હતો. ફતેપુરા વિધાનસભાના સુખસર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર,તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી,અરુણાબેન પલાસ, જિલ્લા સભ્યો,તાલુકા સભ્યો,સરપંચો, આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ફતેપુરા તાલુકામાં વર્ષ 2022/23 માં 1330 આવાસ મંજુર થયા હતા. જેમાં 1153 પુર્ણ થયા હતા.જેમાં 1383.6 લાખ ખર્ચની સહાય ચૂકવાઇ હતી.ધારાસભ્ય રમેશભાઈ કટારા સંગીત પ્રવચનમાં જય શ્રી રામના નારા સાથે જણાવ્યું હતું કે,રામ ભગવાનને પણ તેમનું મકાન મળી ગયું છે.ભવ્ય રામ મંદિર બની ગયું છે.અને ફતેપુરા વિધાનસભાની જરૂરિયાતમંદ તમામ પ્રજાને ઘર નું ઘર આવાસ મળશે. ગુજરાત દેશનું સર્વોચ્ચ મોડેલ બની રહ્યું છે.અને જેનું શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે જાય છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયારે પણ કાર્યક્ર્મ અંતર્ગત પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.ફતેપુરા અને સંજેલી તાલુકાના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.