રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના સાહડા ગામે હાઈવે પર મોપેડ-બાઈક સામ-સામે અથડાઈ:એક નું કરૂણ મોત:બે ઇજાગ્રસ્ત
ગરબાડા તા.૧૦
ગરબાડા તાલુકાના સાહડા ગામે દાહોદ અલીરાજપુર હાઇવે પર પૂર ઝડપે સામસામે આવતા મોપેડ અને બાઈક ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમા નવાગામના રેહવાસી મોપેડ ચાલક રાકેશભાઈ સેવાભાઈ પસાયા નું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે બાઈક ચાલક તેમજ તેની પાછળ એક વ્યક્તિને ભારે ઇજાઓ પહોંચી હતી.જોકે અકસ્માતના બનાવ બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા.અને ૧૦૮ એમબ્યુંલેન્સ ને જાણ કરી બન્ને ઇજાગ્રસ્તોને નજીક ના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાmઅકસ્માતની જાણ ગરબાડા પોલીસને થતાં ગરબાડા પી.એસ.આઈ સહિત ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ પરથી વાહનો હટાવી રસ્તા પરથી ટ્રાફિક દૂર કરી અકસ્માત સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.. અત્રે ઉલ્લેખની છે કે તાજેતરમાં આરટીઓ તેમજ પોલીસ તંત્ર દ્રારા સંયુક્ત રીતે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દાહોદ અલીરાજપુર હાઇવે પર વારંવાર બનતા માર્ગ અકસ્માતના બનાવો ના પગલે આ હાઇવે અકસ્માત ઝોન તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે.