
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં આદિવાસી સમાજના કુરિવાજો ડામવા સરપંચના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.
આદિવાસી સિવાયના અન્ય સમાજમાં દીકરી પરણાવનાર પિતાને 5.51 લાખનો દંડ.
DJ બંધનું એલાન ખોટા ખર્ચા બંધ કરાવવા સંજેલી માર્કેટમાં બેઠક કરી 8 જેટલાં ઠરાવો કરાયા.
દહેજમાં 500 ગ્રામ ચાંદી, 3 તોલા સોનુ,1 લાખ 51 હાજર નક્કી કરાયા.
સંજેલી તા .૦૯
સંજેલી અનાજ માર્કેટમાં સમાજ સુધારાના લઈને સરપંચ મનાભાઈ વેલજીભાઈ ચારેલના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી. જેમાં ફતેપુરાના સરદારસિંહ મછારની ટીમ, સરપંચ મનાભાઈ ચારેલ,માજી સરપંચ કિરણ રાવત ડિપ્યુટી સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અને સંજેલી સહીત ટીસાના મુવાડા અને અલગ અલગ ફળિયાના મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને આગેવાનો હાજર રહ્યા હતા.સમાજ સુધારણા અંતર્ગત ચર્ચા વિચારણા અને ચિંતન કરવામાં આવ્યું હતું
ફતેપુરા સરદાર ભાઈ દ્વારા આદિવાસી સમાજના
બાળકોને ભણાવવું જોઈએ, ખોટા ખર્ચા ના કરવા સહિતના અલગ-અલગ મુદ્દાને લઇ વિસ્તૃત ચર્ચા કરાઈ જેમાં દહેજ ઓછું કરવું, dj બંધ ખોટા ખર્ચો ના કરવા સહિતની વિવિધ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. પંચોની રૂબરૂ ઠરાવો કરવામાં આવિયા.બાળકોના ભવિષ્ય ના બગડે તે માટે DJ સદંતર બંધ રાખવા ડીજે નું બંધ નું એલાન કરાયુ,દીકરી દીકરાના લગ્નમાં દહેજ પેટે રોકડ તેમજ દાગીના 500ગ્રામ ચાંદી,3 તોલા સોનુ,1લાખ 51 હાજર રોકડ રકમનું દહેજ નક્કી કરાયુ,લગ્ન પ્રસંગમાં થતા અન્ય ખર્ચ માટે સમાજના 3000 લેવા, ભાંગજેડ 3000 અને કન્યા પક્ષના 2500 રૂપિયા મળી કુલ 5500 ભાગઝેડીયાના નક્કી કરાયા, ભોજન સાદું દાળ, ભાત અને એક મીઠી વાનગી બનાવવી,કન્યાદાનમાં રસોડાનું પૂરતું સામાન આપવું બાકી રોકડ રકમ આપવી, દીકરી દીકરો સમાજમાં ભાગી જાય તો 51 હાજરનો દંડ સહીત બહાર ગામ અન્ય સમાજમાં જો જાય તો 5.51 લાખ દંડ વસૂલવા સહિતના 8 જેટલા અલગ અલગ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઠરાવો કરવામાં આવ્યા.સંજેલી તાલુકાના વિસ્તારમાં કુરરિવાજોને કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.આ કુરિવાજો ને અંકુશમાં લાવવા માટે ગામે ગામ સમાજ સુધારા માટે રથ ફેરવવામાં આવી રહ્યો છે. જેને લઇ સમાજ સુધારા માટે સંજેલી માર્કેટયાર્ડમાં પંચો દ્વારા આ તમામ નિયમોને ઉપસ્થિત રહી મીટીંગ કરવામાં આવી હતી. જેમા સંજેલી તાલુકા ની 18 ગ્રામ પંચાયતો આવેલી છે જેમાં સંજેલી,કોટા,ગોવિંદા તળાઈ,મોટાકાલીયા,ઢેડીયા,કડવાનાડ,અણીકા,ચમારીયા, જુસ્સા સહીતના ગામોમાં સમાજ સુધારાને લઇ મીટીંગ યોજાઈ અને અન્ય ગામોમા પણ વહેલી તકે આદિવાસી સમાજ માટે મીટીંગ યોજવામાં આવે તેવી માંગ થઇ રહી છે તેવી સંજેલી તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચારે કોર ચર્ચા થવા પામી છે. ત્યારે દાહોદ જિલ્લા સહીત સંજેલી તાલુકામાં ગામે ગામ સમાજ સુધારાની મીટીંગ યોજાઇ રહી છે તે અંતર્ગત ભમેલા, ભાણપુર, ગરાડીયા, નાનાકાળીયા ગામમાં આવનારા બે દિવસની અંદર સરપંચ ના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજવામાં આવશે.