Saturday, 27/07/2024
Dark Mode

દાહોદ શહેરના જૂના વણકરવાસમાં મોટાપાયે ધમધમતા જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી,જુગારીઓમાં નાસભાગ,12 ખેલીઓ 11.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા..

October 12, 2021
        1223
દાહોદ શહેરના જૂના વણકરવાસમાં મોટાપાયે ધમધમતા જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી,જુગારીઓમાં નાસભાગ,12 ખેલીઓ 11.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ શહેરના જૂના વણકરવાસમાં મોટાપાયે ધમધમતા જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સના દરોડાથી નાસભાગ

ચામડાની વખારમાં ધમધમતા જુગારધામમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના સભ્યો જુગારીયાઓ બનીને પહોંચ્યા

જુગારધામ બરોબર ચાલતા સ્ટેટ મોનીટરીંગ સેલ એક્શનમાં, સ્થળ પરથી 12 જુગારીયાઓ ઝડપાયા,નાસભાગમાં મોટામાથાઓ ફરાર થયાંની ચર્ચાઓ 

દાહોદ શહેરના જૂના વણકરવાસમાં મોટાપાયે ધમધમતા જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી,જુગારીઓમાં નાસભાગ,12 ખેલીઓ 11.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા..

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 1.53 લાખની રોકડ,23 બાઈકો, તેમજ જુગારનું સાહિત્ય મળી 11.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો 

દાહોદ શહેરમાં મોટાપાયે ચાલતા જુગારધામ પોલીસની રહેમ નજર હેઠળ..??કે પોલીસ અજાણ..?? સળગતો સવાલ

સ્ટેટ વિજિલન્સ ના એક એક અઠવાડિયામાં દાહોદ જિલ્લામાં બીજો દરોડો, કયા અધિકારીઓ પર ગાજ પડશે..?? ચર્ચાતો સવાલ

દાહોદ તા.૧૨

દાહોદ શહેરના જૂના વણકરવાસમાં મોટાપાયે ધમધમતા જુગાર ધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી,જુગારીઓમાં નાસભાગ,12 ખેલીઓ 11.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા..

 દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં મસ મોટા જુગાર ધામ પર ગતરોજ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઓચિંતો છાપો મારતો જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાવા પામ્યાં હતાં. દાહોદ શહેરના કસ્બા જુના વણકરવાસ, સ્મશાનરોડ ખાતે ચામડાની વખાર આગળ ખેતરમાં ચાલતાં જુગાર ધામ ઉપર ઓચિંતો છાપો મારી વરલી મટકાનો, ચકલી પોપટનો જુગાર રમી રહેલા ૧૨ જેટલા જુગારીઓને સ્ટેટ મોનીટરીંગની ગાંધીનગરની ટીમે ઝડપી પાડતાં દાહોદ શહેર  પોલીસ ધોળે દિવસે ઉંઘતી ઝડપાઈ હોવાનું પ્રતિત થયું હતું. પોલીસે સ્થળ પરથી ૧.૫૩ લાખ રોકડા, ૨૩ વાહનો, ૧૪ મોબાઈલ ફોન, ટેબલ, ખુરશી, ગાદલા, જુુગારના સાધનો મળી કુલ રૂા.૧૧,૧૯,૬૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી તમામ જુગારીઓને દાહોદ શહેર પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં. દાહોદ શહેરમાં આટલા મોટા પાયે જુગાર રમતો હોય અને ગાંધીનગરની ટીમ દાહોદ આવી છાપો મારતી હોય તો સ્વભાવિક છે કે, સ્થાનીક પોલીસ તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થાય. જાણવા મળ્યાં અનુસાર, આ સ્થળે લાંબા સમયથી પોલીસની રહેમ નજરો હેથળ મોટા પાયે જુગાર ધમધમતો હતો ત્યારે આ જુગારના અડ્ડાઓ કોના ઈશારે અને કોની પરમીશનથી ચલાવાતો હશે? તે પણ એક યક્ષ પ્રશ્ન બની રહેવા પામ્યો છે ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના સપાટા બાદ દાહોદ પોલીસ મથકના કેટલાંક જવાબદાર પોલીસ અધિકારીઓની નોકરી પર માથે લટકતી તલવાર જેવો ઘાટ સર્જાયો હોવાની ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું છે.

 

 ગત તા.૧૧મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ શહેરના કસ્બા જુના વણકરવાસ, સ્મશાનરોડ ખાતે ચામડાની વખાર આગળ ખેતરમાં ચાલતાં જુગાર ધામ ખાતે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે અલગ અલગ ખાનગી વાહનોમાં આવ્યાં હતાં. આ સ્થળે ચાલતાં મોટા જુગારધામ પર પહોંચ્યાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, ટીમના કેટલાંક કર્મચારીઓ ખેલી તરીકે પણ જુગાર રમવામાં સામેલ થયાં હતાં અને ઓચિંતી રેડ કરતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં. પોલીસે ૧૨ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં ત્યારે ઘણા જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાંનું પણ જાણવા મળી રહ્યું છે. જુગારીઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી રોકડા રૂપીયા ૧,૫૩,૨૪૦ની રોકડ રકમ કબજે કરી હતી. ૧૪ મોબાઈલ ફોન કિંમત રૂા. ૪૭,૦૦૦, ૨૩ નંગ. વાહનો કિંમત રૂા. ૯,૧૫,૦૦૦, લોખંડના ટેબલો, ખુરશી કુલ નંગ. ૨૩, ગાદલા, કેલ્ક્યુલેટર તેમજ જુગારના સાધનો મળી કુલ રૂા.૧૧,૧૯,૬૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાેં હતો.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનીક પોલીસ તંત્ર દાહોદ શહેર પોલીસ અને એલ.સી.બી. પોલીસની રહેમ નજર હેઠળ આ મસમોટા જુગાર ધામ પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઓચિંતો છાપો મારતાં દાહોદ શહેર પોલીસ અધિકારીઓમાં પણ એકક્ષણે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. આ પોલીસ કર્મચારીઓમાં પણ દોડધામોના દ્રશ્યો સર્જાયા હતાં. જાણવા મળ્યાં અનુસાર, ઉપરોક્ત છાપો મારવામાં આવેલ સ્થળ પર થોડા દિવસો અગાઉ આશરો પણ ચાલુ કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે જુગાર, આશરો જેવા ગેરકાયદે પ્રવૃતિઓ પોલીસની રહેમ નજર હેઠળ વગર ચાલુ કરી શકાય તે માની શકાતું નથી ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના આ દરોડાના પગલે દાહોદના કયાં કયાં પોલીસ કર્મચારી પોતાની ફરજ પર નિષ્કાળજી દાખવી હશે? અને કયાં કયાં પોલીસ કર્મચારીઆના માથે લટકતી તલવાર હશે તે તો આવનાર સમયજ કહેશે પરંતુ ગઈકાલના આ દરોડાના પગલે સ્થાનીક પોલીસ તંત્ર ઉંઘતુ ઝડપાયું છે તે તો સ્પષ્ટ થઈ ગયું છે. આ દરોડાના પ્રત્યાઘાત ગાંધીનગર સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચ્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

 

————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!